India Budget 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2026માં ટેકનોલોજી સેક્ટર માટે મોટી જાહેરાતો કરી છે. સરકાર હવે ગેમિંગ અને AI ને માત્ર મનોરંજન નહીં, પણ રોજગારીનું સાધન માને છે. આ બજેટથી વિદ્યાર્થીઓ, ક્રિએટર્સ અને ટેક કંપનીઓ માટે પ્રગતિના નવા દ્વાર ખુલશે.
ગેમિંગ અને કન્ટેન્ટ ક્રિએશન લેબ્સ
સરકારે દેશની 15,000 શાળાઓ અને 500 કોલેજોમાં AVGC (એનિમેશન, ગેમિંગ અને કોમિક્સ) કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ બનાવવાની જાહેરાત કરી છે. હવે નાના શહેરના યુવાનોને પણ આધુનિક સોફ્ટવેર અને ટૂલ્સ સરળતાથી મળશે. આ પગલાથી ગેમિંગ અને ડિજિટલ કન્ટેન્ટને એક પ્રોફેશનલ કરિયર તરીકે ઓળખ મળશે. ગેમ ડેવલપમેન્ટ શીખવા માટે હવે મોંઘા ખાનગી કોર્સ પર નિર્ભર રહેવું નહીં પડે.
AI અને ટેક ફેલોશિપનો મોટો લાભ
બજેટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને ભવિષ્યની ટેકનોલોજી ગણાવાઈ છે. તેનો ઉપયોગ ખેતી, આરોગ્ય અને સરકારી સેવાઓમાં વધારવામાં આવશે. રિસર્ચને પ્રોત્સાહન આપવા માટે IIT અને IISc જેવી સંસ્થાઓમાં 10,000 નવી ટેક ફેલોશિપ શરૂ કરાશે. આ ફેલોશિપ AI અને ડીપ-ટેક જેવા વિષયો પર કેન્દ્રિત હશે. આનાથી દેશના પ્રતિભાશાળી યુવાનોને સંશોધન માટે મોટી તક મળશે.
ऑरेंज इकॉनॉमी
भारत का एनीमेशन, विज़ुअल इफेक्ट्स, गेमिंग और कॉमिक्स (#AVGC) क्षेत्र एक तेज़ी से बढ़ता हुआ उद्योग है, जिसमें वर्ष 2030 तक लगभग 20 लाख पेशेवरों की आवश्यकता होने का अनुमान है। मैं मुंबई स्थित इंडियन इंस्टीट्यूट ऑफ क्रिएटिव टेक्नोलॉजीज़ के सहयोग से 15,000 माध्यमिक… pic.twitter.com/MkQ95DeLRB
— पीआईबी हिंदी (@PIBHindi) February 1, 2026
સેમીકન્ડક્ટર મિશન 2.0 અને હાર્ડવેર

સરકારે ‘સેમીકન્ડક્ટર મિશન 2.0’ ની જાહેરાત કરીને ચિપ ઉત્પાદન પર ભાર મૂક્યો છે. મોબાઈલ, લેપટોપ અને ગેમિંગ કન્સોલ માટે સેમીકન્ડક્ટર ખૂબ જ જરૂરી છે. આ મિશનથી ભારત હાર્ડવેર ક્ષેત્રે આત્મનિર્ભર બનશે. જો આ મિશન સફળ રહેશે, તો આવનારા સમયમાં ઈલેક્ટ્રોનિક ઉપકરણોની કિંમતો ઘટી શકે છે. તે લાંબા ગાળે ટેક ઉદ્યોગ માટે પાયાનો પથ્થર સાબિત થશે.
ક્લાઉડ અને ડેટા સેન્ટર માટે ટેક્સમાં રાહત
વિદેશી ક્લાઉડ કંપનીઓને વર્ષ 2047 સુધી ટેક્સમાં છૂટ આપવાનો મોટો નિર્ણય લેવાયો છે. જોકે, આ માટે કંપનીઓએ ભારતનો ડેટા ભારતમાં જ સ્ટોર કરવો પડશે. આનાથી દેશમાં મોટા ડેટા સેન્ટર્સ સ્થપાશે અને વિદેશી રોકાણ વધશે. ડેટા સેન્ટર સેક્ટરમાં તેજી આવવાથી હજારો નવી નોકરીઓનું સર્જન થશે. આ નિર્ણયથી ભારતીય યૂઝર્સનો ડેટા પણ દેશમાં સુરક્ષિત રહેશે.
ટૂંકમાં આ આ બજેટ ટેકનોલોજી પ્રેમીઓ માટે ખુશીના સમાચાર લાવ્યું છે. ગેમિંગ અને AI પરનું ફોકસ ભારતને ડિજિટલ ઈકોનોમીમાં સુપરપાવર બનાવવાની દિશામાં મજબૂત પગલું છે.