બેંકોની ગ્રાહક સેવાઓને લઈ ફરિયાદોમાં તીવ્ર વધારો, મોબાઈલ અને ઈ-બેંકિંગ સેવાઓ રામ ભરોસે!

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

Business: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અનુસાર, દેશમાં બેંકો સામેની ફરિયાદો ઝડપથી વધી રહી છે. રિઝર્વ બેંક ઓમ્બડ્સમેન સ્કીમ હેઠળ નોંધાયેલી ફરિયાદોની સંખ્યા 7 લાખને પાર કરી ગઈ છે. નાણાકીય વર્ષ 2022-23માં આ આંકડો 68 ટકાથી વધુ વધ્યો છે. આ ફરિયાદો મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક બેંકિંગ, લોન અને એડવાન્સ, એટીએમ અને ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, પેન્શન પેમેન્ટ, મની ટ્રાન્સફર અને પેરા બેંકિંગ જેવા મુદ્દાઓ પર આધારિત હતી. આમાં સૌથી વધુ 1.96 લાખ ફરિયાદો બેંકો સામે આવી છે.આરબીઆઈ ઓમ્બડ્સમેન સ્કીમ પર રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો.

RBI ઓમ્બડ્સમેન સ્કીમ પર સોમવારે જારી કરાયેલા રિપોર્ટમાં આ આંકડાઓ સામે આવ્યા છે. રિઝર્વ બેંકની ઈન્ટિગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમ, 2021 (RB-IOS) હેઠળનો આ પ્રથમ રિપોર્ટ છે. આમાં તમામ 22 ઓફિસો, પ્રોસેસિંગ સેન્ટરો અને સંપર્ક કેન્દ્રોમાંથી મળેલી માહિતીનો સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર, RB-IOS, 2021 હેઠળ મળેલી ફરિયાદોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. નાણાકીય વર્ષ 2022-23માં ORBIO અને CRPCમાં કુલ 7,03,544 ફરિયાદો મળી છે. 68.24 ટકાનો વધારો થયો છે. જનજાગૃતિની પહેલને કારણે આ સંખ્યા વધી છે.

ફરિયાદોનો ઝડપથી નિકાલ કરવામાં આવી રહ્યો છે

રિપોર્ટ અનુસાર, RBI ઓમ્બડ્સમેન સ્કીમ હેઠળ બેંકો સામે કુલ 1,96,635 ફરિયાદો મળી છે. કુલ ફરિયાદોમાં આ આંકડો સૌથી વધુ છે. ORBIOએ નાણાકીય વર્ષ 2022-23માં કુલ 2,34,690 ફરિયાદોનું નિરાકરણ કર્યું હતું. ઉપરાંત, CrPCમાં 4,68,854 ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. આરબીઆઈએ જણાવ્યું હતું કે સરેરાશ 33 દિવસમાં ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ આંકડો ઘટ્યો છે. નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન તે 44 દિવસનો હતો. રિપોર્ટ અનુસાર, 57.48 ટકા ફરિયાદો પરસ્પર સમજૂતી, સમાધાન અને મધ્યસ્થી દ્વારા ઉકેલવામાં આવી હતી. બાકીની ફરિયાદો કાં તો નકારી કાઢવામાં આવી હતી અથવા પાછી ખેંચી લેવામાં આવી હતી.

રણવીર પહેલા 6 જગ્યાએ મોં મારી ચૂકી છે દીપિકા, ધોનીથી લઈને યુવરાજ સુધીના સાથે અફેર, પટેલનું નામ સાંભળી ચોંકી જશો.

માર્ચમાં કમોસમી વરસાદ બાદ ફરીથી ઠંડી લોકોને ધ્રુજાવશે, કરોડો ગુજરાતીઓ માટે અંબાલાલની હાજા ગગડાવતી આગાહી

મોબાઈલ અને ઈ-બેંકિંગ સામે સૌથી વધુ ફરિયાદો છે

બેંકોની સાથે, નોન-બેંકિંગ પેમેન્ટ સિસ્ટમ્સ સામેની મોટાભાગની ફરિયાદો મોબાઇલ બેંકિંગ અથવા ઇલેક્ટ્રોનિક બેંકિંગના સંબંધમાં કરવામાં આવી હતી. NBFCs સામેની મોટાભાગની ફરિયાદો ફેર પ્રેક્ટિસ કોડનું પાલન ન કરવા સંબંધિત હતી. સૌથી વધુ ફરિયાદો ચંદીગઢ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાં અને સૌથી ઓછી ફરિયાદો મિઝોરમ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર અને અરુણાચલ પ્રદેશમાંથી થઈ હતી.


Share this Article
TAGGED: