“ગડકરીનો ‘ડંડો’: ‘પેટ્રોલ-ડીઝલ બંધ કરો…’ નહીંતર ..

Lok Patrika
By Lok Patrika

Nitin Gadkari: હું ટ્રાન્સપોર્ટ મંત્રી છું, મેં ડંડો લગાવ્યો છે…” – કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ નાગપુરમાં આકરા તેવર સાથે પેટ્રોલ-ડીઝલની નિર્ભરતા ઘટાડવા માટે મોટું નિવેદન આપ્યું છે. ગડકરીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો આપણે વૈકલ્પિક ઇંધણ તરફ નહીં વળીએ, તો ‘યુરો-6’ જેવા વધુ કડક ઇમિશન નિયમો લાગુ કરવામાં આવશે. ભવિષ્યના પ્લાન વિશે વાત કરતા તેમણે ખુશખબરી આપી કે હવે ટ્રેક્ટર પણ 100% ઇથેનોલ અને CNG થી ચાલતા ફ્લેક્સ એન્જિન સાથે તૈયાર થઈ ગયા છે. જે દેશના ખેડૂતો અને ટ્રાન્સપોર્ટ સેક્ટર માટે આ એક ક્રાંતિકારી વળાંક સાબિત થઈ શકે છે.

નાગપુરમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ પેટ્રોલ અને ડીઝલના વિકલ્પોને લઈને મોટું નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમ દરમિયાન ગડકરીએ જણાવ્યું હતું કે, તેઓ ટ્રાન્સપોર્ટ મંત્રી છે અને તેમણે પેટ્રોલ-ડીઝલ પરની નિર્ભરતા ઘટાડવા માટે સખત વલણ અપનાવ્યું છે.

ડીઝલ અને પેટ્રોલ બંધ કરો નહીંતર…’
તેમણે કહ્યું કે, હું ટ્રાન્સપોર્ટ મંત્રી છું. મેં ડંડો લગાવ્યો છે. ડીઝલ અને પેટ્રોલ બંધ કરો નહીંતર હું ‘યુરો-6′ ના ઇમિશન નોર્મ્સ (પ્રદૂષણના નિયમો) લાગુ કરી દઈશ.” નિતિન ગડકરીએ વધુમાં જણાવ્યું કે, હવે ટ્રેક્ટર કંપનીઓએ પણ ‘ફ્લેક્સ એન્જિન’ ટેકનોલોજી પર કામ શરૂ કરી દીધું છે. તેમણે માહિતી આપી હતી કે 100 ટકા ઇથેનોલ અને સીએનજી (CNG) થી ચાલતા ફ્લેક્સ એન્જિન ટ્રેક્ટર હવે તૈયાર થઈ ગયા છે.

 

સરકાર વૈકલ્પિક ઇંધણને પ્રોત્સાહન આપશે’
તેમણે આગળ જણાવ્યું કે, સરકાર વૈકલ્પિક ઇંધણને પ્રોત્સાહન આપવા માટે આર્થિક સહાય પણ આપી રહી છે. ગડકરીના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં જે લોકો કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ (બાંધકામના સાધનો) માટે ફાઇનાન્સ કરાવે છે, જો તેઓ વૈકલ્પિક ઇંધણ (અલ્ટરનેટિવ ફ્યુઅલ) અને બાયો-ફ્યુઅલવાળા વિકલ્પો પસંદ કરશે, તો તેમને પાંચ ટકા સબસિડી આપવામાં આવશે. આનો મુખ્ય હેતુ આ ટેકનોલોજીને વધુમાં વધુ પ્રોત્સાહન આપવાનો છે.

હાઈડ્રોજન ફ્યુઅલથી ચાલતા ટ્રક લોન્ચ
કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં જ ત્રણ ટ્રક લોન્ચ કરવામાં આવ્યા છે. આમાંથી બે ટ્રક એવા છે જેમાં ડીઝલ અને પેટ્રોલ એન્જિનની સાથે હાઈડ્રોજન મિક્સ કરીને ઉપયોગ કરવામાં આવ્યો છે, જ્યારે એક ટ્રક સંપૂર્ણપણે ‘હાઈડ્રોજન ફ્યુઅલ સેલ’ પર ચાલે છે. તેમણે કહ્યું કે કન્સ્ટ્રક્શન (બાંધકામ) અને એગ્રિકલ્ચર (ખેતી)ના સાધનોમાં પણ આ જ પ્રકારના પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. નિતિન ગડકરીએ ભારપૂર્વક જણાવ્યું કે દેશનું ભવિષ્ય વૈકલ્પિક ઇંધણ અને બાયો-ફ્યુઅલ સાથે જોડાયેલું છે અને આવનારા સમયમાં આ જ રસ્તો ભારતને આગળ લઈ જશે.

[ruby_related total=5 layout=5]

Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly