એફિલ ટાવરથી લઇને ટાઇમ સ્કેવર સુધી ‘જય શ્રી રામ’, જાણો યુરોપ-USAમાં કેવી છે તૈયારી?

Desk
By Desk

World News: શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં રામલલાનું ભવ્ય મંદિર તૈયાર થઇ ચૂક્યું છે અને 22 જાન્યુઆરીએ રોજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે. રામ મંદિરના ઉદ્ઘાટન, અભિષેક અને પ્રાણ પ્રતિષ્ઠા માટેની મોટાભાગની તમામ તૈયારીઓ થઈ ગઈ છે. ત્યારે રામ મંદિર સાથે જોડાયેલી દરેક વાત જાણવા માટે લોકો ઉત્સુકતા જોવા મળી રહી છે.

વિદેશના લોકોમાં પણ ભારે ઉત્સાહ

તમને જાણીને નવાઇ લાગશે કે, રામ મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન અને શ્રી રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માત્ર ઉત્તર પ્રદેશ અને દેશ પૂરતો જ સીમિત નથી પરંતુ યુરોપથી લઈને અમેરિકા સુધી લોકો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. CM યોગીના માર્ગદર્શન હેઠળ ઉત્તર પ્રદેશમાં શરૂ થયેલી રામોત્સવની તૈયારીઓ હવે ધીમે ધીમે સમગ્ર દેશ અને વિદેશમાં પહોંચી રહી છે. રામ મંદિરના ભવ્ય ઉદ્ઘાટનને લઈને સમગ્ર વિશ્વમાં ઉજવણીનો માહોલ સર્જાયો છે. આ ઉજવણી અમેરિકાના ટાઈમ્સ સ્ક્વેરથી લઈને યુરોપના એફિલ ટાવર સુધી જોવા મળશે.

પેરિસમાં રથયાત્રાનું આયોજન

ફ્રાન્સની રાજધાની પેરિસમાં 21મી જાન્યુઆરીએ રામ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર યુરોપમાંથી હજારો લોકો ભેગા થશે અને એફિલ ટાવર પાસે જબરદસ્ત ઉજવણી કરશે.

ટાઇમ્સ સ્કેવર ખાતે લાઇવ ટેલિકાસ્ટ

આ પહેલા રામ મંદિરના શિલાન્યાસ સમારોહનું પણ અમેરિકાના ટાઈમ્સ સ્ક્વેર ખાતે લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. હવે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ પણ ટાઈમ્સ સ્ક્વેર ઉપર કરવામાં આવશે. આ સાથે જ નોર્થ આફ્રિકાના ઘણા વિસ્તારો અને કેનેડાના મંદિરોમાં 22 જાન્યુઆરીએ ઘણા ધાર્મિક આયોજનો થશે. તો કેલેફોર્નિયા, વોશિંગ્ટન અને શિકાગો સહિત USAના ઘણા શહેરોના કાર રેલીઓ યોજવવાની છે.

[ruby_related total=5 layout=5]