આ છે દુનિયાની ખતરનાક રાઇફલ, જાણો કેવી રીતે AK 47 નામ પડ્યું?

Desk
By Desk

General Knowledge: AK 47 રાઇફલ દુનિયામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી રાઇફલ છે. પરંતુ આ રાઇફલનું નામ AK 47 નામ કેવી રીતે પડ્યું તેની કહાની આજે તમારી સામે લઇને આવ્યા છીએ.

સામાન્ય નાગરિકો માટે ગેરકાનૂની છે

ભારતીય સેના પણ આ ખતરનાક મશીન ગનનો ઉપયોગ કરે છે. આ સિવાય આપણા દેશની સ્પેશિયલ ફૉર્સ પણ AK 47 રાઇફલ પોતાની પાસે રાખે છે. જો કે, સામાન્ય નાગરિકો માટે તેનો ઉપયોગ ગેર કાનૂની છે. જો ગેરકાયદેસર આ રાઇફલ પકડાઇ તો કાયદાકીય કાર્યવાહી થઇ શકે છે.

AK 47ના નામ પાછળ શું છે કહાની?

AK 47નામ પાછળ એક કહાની છે. એ કહાની પહેલા તેનું પુરુ નામ જાણાવી દઇએ. AK 47નું પૂરું નામ છે ‘ઑટૉમેટિક કલાશ્નિકૉવ’. જેમાં કલાશ્નિકૉવ નામનો આવિષ્કાર મિખાઇલ કલાશ્નિકૉવના નામ પરથી કરવામાં આવ્યો છે અને આ રાઇફલ 1947માં બની હતી એટલા માટે AK પછી 47 લગાવવામાં આવ્યું છે.

અંબાલાલ પટેલની આગાહી, આગામી 3 દિવસ તાપમાનમાં ફેરફારની શક્યતા નહીવત, 3 દિવસ બાદ તાપમાનમાં થશે ઘટાડો

વિદેશની જેમ દ્વારકામાં લોકો જોઈ શકાશે ડોલ્ફીન, સરકાર અને અક્ષર ટ્રાવેલ્સ વચ્ચે થયા 20 કરોડના MoU, જાણો વિગત  

કોણ છે મિખાઇલ કલાશ્નિકોવ?

છેલ્લે વાત કરીએ મિખાઇલ કલાશ્નિકોવની, તો તે રુસના હતા અને વર્ષ 2013માં 94ની ઉંમરમાં તેનું નિધન થઇ ગયું. જાણકારી અનુસાર તેઓ રુસની સેનામાં ફરજ બજાવતા હતા. સૌથી મહત્વની વાત એ પણ જણાવી દઇએ કે, AK 47 સૌથી વધુ ગેરકાયદેસર વેચાતી રાઇફલ છે. તેની સામે દુનિયાભરમાં પણ સૌથી વધુ ઉપયોગ આ રાઇફલનો થાય છે. એટલા માટે તેનું નામ ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં પણ સામેલ છે.

[ruby_related total=5 layout=5]

TAGGED: