India News: સમગ્ર દેશમાં ઉનાળાની ઋતુમાં લોકોને ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધીના રાજ્યોમાં હીટવેવના કારણે લોકોની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે. જો કે હવે ચોમાસાના આગમનને કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે. દરમિયાન, હવામાન વિભાગે સારા સમાચાર આપતા કહ્યું કે હીટવેવ ટૂંક સમયમાં ખતમ થવા જઈ રહી છે. આગામી 3 દિવસમાં તાપમાનનો પારો 5 ડિગ્રી નીચે જશે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક સોમાએ જણાવ્યું કે દેશમાં કેટલો વરસાદ થવાનો છે? તેમણે કહ્યું કે ત્રણ-ચાર દિવસમાં ગરમીથી રાહત મળશે. તાપમાનનો પારો પણ ચાર-પાંચ ડિગ્રી ગગડશે. ઉત્તર ભારતમાં ચોમાસું ત્રણ-ચાર દિવસમાં સંપૂર્ણ રીતે આવી જશે.
જો હજુ પણ પાણી વધુ ઘટશે તો દેશમાં અશાંતિ ફેલાશે, વિકાસને લાગશે મોટી બ્રેક, નવા અહેવાલમાં ખતરનાક દાવો
‘હું સુર્પણખા છું, મેં મારા પિતાનું નાક કપાવ્યું’, સોનાક્ષી સિંહાએ કેમ કહી આવી વાત? જાણો આખો મામલો
જો ગૂગલ પર આટલી વસ્તુ સર્ચ કરશો તો પોલીસ ડંડે-ડંડે સ્વાગત કરશે! ખબર ના હોય તો જાણી લો
હવામાનશાસ્ત્રી સોમાએ કહ્યું કે જો જરૂર પડશે તો પાંચ દિવસ અગાઉ ચેતવણી જારી કરવામાં આવશે. સરકારે તાજેતરમાં પૂર અને વરસાદને લઈને એક બેઠક પણ યોજી હતી.