રાફેલ સામે ચીન-પાકિસ્તાનના ફાઈટર જેટ્સ કેમ છે ફેલ? જાણો ભારતના આ ‘સુપરહીરો’ની તાકાત

Lok Patrika
By Lok Patrika

Macron India Visit 114 Rafale Fighter Jet Deal: ભારત અને ફ્રાન્સ વચ્ચે વધુ 114 રાફેલ ફાઈટર જેટ્સની ડીલ આકાર લઈ રહી છે. આધુનિક ટેકનોલોજી અને અજોડ મારક ક્ષમતા ધરાવતું રાફેલ, પાકિસ્તાન અને ચીનના સંયુક્ત ખતરા સામે ભારતનું સૌથી મોટું હથિયાર સાબિત થઈ રહ્યું છે.

ભારતીય વાયુસેના પાસે હાલ મંજૂર થયેલા 42 સ્ક્વોડ્રન સામે માત્ર 29 સ્ક્વોડ્રન છે. આ ઉણપ પૂરી કરવા માટે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનની ભારત મુલાકાત વખતે 114 નવા રાફેલ ખરીદવાનો સોદો સૌથી મોટો એજન્ડા છે


દુશ્મનો પર કેમ ભારે છે રાફેલ?
ભારતીય વાયુસેના પાસે હાલ 36 રાફેલ છે, જે 4.5મી પેઢીના શક્તિશાળી વિમાન છે. તેની સૌથી મોટી તાકાત તેની મેટ્યોર મિસાઈલ, એડવાન્સ્ડ રડાર અને ઈલેક્ટ્રોનિક વોરફેર સૂટ છે. તે લાંબા અંતરેથી જ દુશ્મનને નેસ્તનાબૂદ કરી શકે છે. રાફેલમાં વપરાતી ‘સ્કેલ્પ’ અને ‘હેમર’ મિસાઈલો તેને ગમે તેવા કપરા મિશનમાં વિજેતા બનાવે છે.


F-16 અને JF-17 ની મર્યાદાઓ
પાકિસ્તાન પાસે અમેરિકી F-16 છે, પરંતુ તેના વપરાશ પર અમેરિકાના કડક પ્રતિબંધો છે. ટેકનોલોજીની દ્રષ્ટિએ તે રાફેલના આધુનિક સિસ્ટમ સામે ટકી શકતું નથી. બીજી તરફ, ચીન અને પાકિસ્તાને મળીને બનાવેલું JF-17 સંખ્યામાં ભલે વધારે હોય, પરંતુ એન્જિનની ક્ષમતા અને લાંબા સમય સુધી હવામાં ટકી રહેવાની બાબતમાં તે રાફેલથી ઘણું પાછળ છે.


J-10C વિરુદ્ધ રાફેલ
પાકિસ્તાન પાસે ચીની બનાવટનું J-10C પણ છે, જે 4.5મી પેઢીનું વિમાન મનાય છે. જોકે, રાફેલ દુનિયાના અનેક યુદ્ધોમાં પોતાની તાકાત સાબિત કરી ચૂક્યું છે, જ્યારે J-10C હજુ સુધી કોઈ મોટા યુદ્ધમાં પરખાયું નથી. રાફેલ એક ‘બેટલ પ્રોવન’ (યુદ્ધમાં સાબિત થયેલું) મશીન છે.


સ્ક્વોડ્રનની સ્થિતિ અને પડકાર
ભારતીય વાયુસેના પાસે હાલ 29 ફાઈટર સ્ક્વોડ્રન છે, જે મંજૂર થયેલી 42ની સંખ્યા કરતા ઓછી છે. તેની સામે ચીન પાસે 60થી વધુ સ્ક્વોડ્રન છે અને તે 5મી અને 6ઠી પેઢીના વિમાનો પર કામ કરી રહ્યું છે. આ અસંતુલનને દૂર કરવા માટે ભારત વધુ 114 રાફેલ ખરીદવા તરફ આગળ વધી રહ્યું છે, જેથી પાડોશી દેશોની ‘જુગલબંધી’ ને આકરો જવાબ આપી શકાય.

[ruby_related total=5 layout=5]

Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly