Kohima War Cemetery: જો તમને ઈતિહાસ, કુદરત અને શાંતિભર્યા પ્રવાસનો શોખ હોય, તો નાગાલેન્ડની રાજધાની કોહિમા તમારા માટે પરફેક્ટ ડેસ્ટિનેશન છે. વિશ્વ યુદ્ધ-૨ સાથે જોડાયેલું આ શહેર આજે પણ પોતાની ઐતિહાસિક ઓળખ અને મનમોહક નજારાઓથી પ્રવાસીઓને આકર્ષે છે. લીલાછમ પહાડો, ઠંડી હવા અને શાંતિભર્યું વાતાવરણ કોહિમાને ઓફબીટ ટ્રાવેલ લવર્સ માટે સ્વર્ગ સમાન બનાવે છે.
કોહિમાની સ્થાપના વર્ષ 1878માં અંગ્રેજો દ્વારા કરવામાં આવી હતી. આ શહેર અંગામી નાગા અને અન્ય જનજાતિઓનું ઘર છે, જ્યાં આજે પણ પરંપરા અને સંસ્કૃતિ જીવંત છે. કોહિમાનું સૌથી મોટું આકર્ષણ છે તેનો વર્લ્ડ વોર-૨ સાથેનો ઐતિહાસિક સંબંધ, જે શહેરને ખાસ બનાવે છે.
કોહિમા જવાનો શ્રેષ્ઠ સમય
નવેમ્બરથી માર્ચ સુધીનો સમય કોહિમા ફરવા માટે સૌથી યોગ્ય છે. આ સમયગાળામાં હવામાન સુહામણું રહે છે. શિયાળામાં રાત્રે તાપમાન શૂન્યથી નીચે પણ જઈ શકે છે, જે પ્રવાસને વધુ યાદગાર બનાવે છે.
કોહિમામાં જોવા લાયક સ્થળો
કોહિમા વોર સેમેટ્રી જે વિશ્વ યુદ્ધ-૨ દરમિયાન શહીદ થયેલા 1400થી વધુ સૈનિકોની સ્મૃતિમાં બનાવાયેલું આ સ્થળ ભાવુક કરી મૂકે એવું છે.

કોહિમા ઝૂ
વાઇલ્ડલાઇફ પ્રેમીઓ માટે આ સ્થળ સ્વર્ગ સમાન છે, જ્યાં અનેક પક્ષીઓ અને પ્રાણીઓ જોવા મળે છે.

મેરી હેલ્પ ઓફ ક્રિશ્ચિયન કેથેડ્રલ
આ ભવ્ય ચર્ચ તેની શાંતિ અને સુંદર આર્કિટેક્ચર માટે જાણીતું છે.

કોહિમા કેવી રીતે પહોંચવું?
કોહિમા નજીકનું એરપોર્ટ દીંમાપુર છે, જે અંદાજે 74 કિમી દૂર છે. ટ્રેન દ્વારા દીંમાપુર રેલવે સ્ટેશનથી બસ કે ટેક્સી દ્વારા સરળતાથી પહોંચી શકાય છે.
જો તમારે ઇતિહાસ, કુદરત અને શાંતિ આ ત્રિવેણી અનુભવવી હોય, તો કોહિમા તમારી ટ્રાવેલ લિસ્ટમાં જરૂરથી ઉમેરો.