પાતાળ લોકમાં છે હનુમાનજીની મૂર્તિનો એક પગ, જાણો ક્યા આવેલું છે અનોખું મંદિર?

Desk
By Desk

Religion News: ભગવાન શ્રી રામે પિતા રાજા દશરથનું વચન પૂરું કરવા માટે 14 વર્ષ જંગલમાં વિતાવ્યા હતા. તે સમયે વનવાસ પણ અલગ-અલગ જગ્યાઓ પર કર્યો હતો. ભગવાન રામ અખંડ ભારતના અનંત ભાગો પાર કરીને માતા સીતાને છોડાવા માટે લંકા સુધી ગયા હતા. આ વચ્ચે તેઓએ ઘણા અસુરો અને રાક્ષસોનો સંહાર કર્યો સાથે જ ઋષિ મુનિઓની રક્ષા પણ કરી હતી. 14 વર્ષના વનવાસ દરમિયાન શ્રી રામે ઘણો સમય મધ્ય પ્રદેશમાં પણ વિતાવ્યો હતો. જેમાં બાલાઘાટ જિલ્લાની રામપાયલી નગરી પણ સામેલ છે. જેને રામની નગરીથી પણ ઓળખવામાં આવે છે. રામપાયલીનું જૂનું નામ રામપદાવલી છે. પરંતુ અહીં જે વાત કરવા જઇ રહ્યા છીએ તે વાત શ્રી રામ બાલાજી મંદિરની છે.

શ્રી રામ બાલાજી મંદિર

એવી માન્યતા છે કે, ભગવાન શ્રી રામ 14 વર્ષના વનવાસ દરમિયાન રામપાયલી નગરીથી થઇને રામટેક ગયા હતા. ચંદન નદીના કિનારે બનેલું આ મંદિર શ્રી રામ બાલાજી મંદિરના નામે જાણીતું છે. આ જગ્યા બાલાઘાટથી લગભગ 30 કિમી દૂર છે. રામપાયલીમાં ભગવાન રામનું ઇસ.1625 જૂનું પ્રસિદ્ધ મંદિર છે. આ મંદિરમાં દૂર-દૂરથી ભક્તો આવે છે.

ભગવાન ક્રોધિત થયા હોય તેવી પ્રતિમા

અહીં ચંદન નદીના તટ પર એક કિલેનુમા મંદિર રહેલું છે જેમાં ભગવાન રામ અને સીતાની કાળા પથ્થરની ક્રોધિત થયેલી વનવાસી રૂપી પ્રતિમા છે. જે ભગવાન રામના વનવાસના ભ્રમણને દર્શાવે છે. એટલું જ નહીં આ મંદિરમાં રેતીનું શિવલિંગ અને હનુમાનજીનું એક મંદિર છે જે લંગડે હનુમાનજીના નામથી પ્રસિદ્ધ છે. હનુમાન જયંતિના દિવસે અહીં ભક્તોની મોટી ભીડ જોવા મળે છે.

વિરાધ નામના રાક્ષસનો વધ

ઈતિહાસકારોના મત મુજબ રામપાયલીમાં શરભંગ ઋષિનો આશ્રમ હતો. વનવાસ દરમિયાન ભગવાન શ્રી રામ અને સીતા માતા દર્શન કરવા માટે જતા હતા. પરંતુ દર્શન કરે તે પહેલા રામપાયલીથી થોડે દૂર આવેલા દેવગાંવ ગામમાં વિરાધ નામનો રાક્ષસ પ્રગટ થયો. આ રાક્ષસનો સંહાર કર્યા બાદ જ ઋષિના દર્શન થયા. જો કે આ દરમિયાન માતા સીતા રાક્ષસની હાજરીથી ગભરાઈ ગયા હતા. જેના કારણે ભગવાને રાક્ષસી રૂપ ધારણ કર્યું અને સીતાજીના મસ્તક પર હાથ મૂકીને તેમને રક્ષણ આપ્યું. આ સ્વરૂપમાં રામપાયલી મંદિરમાં બાલાજી અને માતા સીતાની વનવાસી મૂર્તિઓ હાજર છે.

પૌરાણિક કથા અનુસાર…

મંદિરના પૂજારીના જણાવ્યા અનુસાર હજારો વર્ષો પહેલા એક વ્યક્તિને સ્વપ્ન આવ્યું હતું. જેમાં નદીની અંદર સેંકડો વર્ષો જૂની પ્રભુ શ્રી રામ અને સીતા માતાની મૂર્તિ હોવાની સૂચના મળી હતી. સાથે એક શિવલિંગ પણ હતું. બાદમાં આ મૂર્તિઓને ચંદન નદીમાંથી કાઢીને એક વૃક્ષ નીચે સ્થાપિત કરવામાં આવી. આ સ્થાનને રામ ડોહ નામથી પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ નાગપુરના રાજા ભોસલેએ વર્ષ 1665માં મંદિરનો જીણોદ્ધાર કરાવી મૂર્તિની સ્થાપના કરી હતી. 18મી સદીમાં આ મંદિરનું નવ નિર્માણ કરીને આધુનિક રૂપ આપવામાં આવ્યું હતું.

પાતાળ લોકમાં છે હનુમાનજીનો પગ

બીજી બાજું મંદિરમાં સ્વંય પ્રગટ હનુમાનજીની પ્રતિમા છે જે લંગડે હનુમાનના નામથી પ્રખ્યાત છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર શ્રી રામ ભક્ત પૂર્વ મુખી હનુમાનજીની મૂર્તિનો એક પગ જમીન પર અને બીજો પગ પાતાળમાં હોવાથી સ્પષ્ટ દેખાયું નહીં. વર્ષો પૂર્વે એક સમિતિએ હનુમાનજીની મૂર્તિ હટાવીને મંદિરમાં સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ખોદકામ વખતે પગનો બીજો છેડો મળ્યો જ નહીં. બસ ત્યારથી જ માન્યતા છે કે, હનુમાનજીનો પગ પાતાળ લોક સુધી છે.

રેતીનું શિવલિંગ

ધાર્મિક માન્યતાઓ અનુસાર અહીં રેતીનું સ્વયંભૂ શિવલિંગ છે. જે દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. ચંદન નદીના કિનારે મંદિર હોવાથી દરરોજ સવારે સૂર્યનું પહેલું કિરણ રેતિના શિવલિંગ પર સ્પર્શ થઇને ભગવાન રામના ચરણોમાં પડે છે. ભગવાન શ્રી રામને અહીં કાલે બાલાજીના નામથી પણ ઓળખવામાં આવે છે.

[ruby_related total=5 layout=5]