ખેડૂતો માટે સારામાં સારા સમાચાર: હવે સરકાર દૂધ ઉત્પાદકોને આપશે સબસિડી, જાણો કેટલો મોટો ફાયદો થશે?

Desk
By Desk

Milk Subsidy in Maharashtra: ગુજરાતની જેમ મહારાષ્ટ્રમાં પણ ઘણો મોટો વર્ગ પશુપાલનમાં આજીવિકા મેળવે છે. એવા સમગ્ર વર્ગને ભેટ આપતાં મહારાષ્ટ્ર સરકારે કૅબિનેટની બેઠકમાં નિર્ણય લઈને તમામ દૂધ ઉત્પાદકો તથા ખેડૂતો માટે હવે લિટરદીઠ રૂપિયા 5ની સબસિડી આપવાની જાહેરાત કરી છે.

આ યોજનાનો લાભ માત્ર મહારાષ્ટ્ર રાજ્યના ખેડૂતો તથા દૂધ-ઉત્પાદકોને જ મળશે અને તા. 11 જાન્યુઆરીથી એક મહિના સુધી આ લાભ લઈ શકાશે. આ નવીનતાના પગલે મહારાષ્ટ્રમાં સહકારી દૂધમંડળીઓ તથા દૂધ-સમિતિઓમાં દૂધ ભરતા ખેડૂતોને આનો લાભ મળશે, પરંતુ ખાનગી ક્ષેત્રોમાં દૂધ વેચતા પશુપાલકોને તેનો લાભ પ્રાપ્ત થશે નહીં. આ યોજનાનો લાભ તા. 11 જાન્યુઆરી, 2024થી માંડીને તા. 10 ફેબ્રુઆરી, 2024 સુધી લઈ શકાશે. તે બાદ સરકાર દ્વારા આ યોજનાની સમીક્ષા હાથ ધરાશે તથા તેની સમયમર્યાદા વધારવા અંગે વિચારણા કરાશે.

દરમિયાન, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ પગલાથી ખેડૂતો-પશુપાલકોને ખૂબ લાભ થશે, તેમ જણાવી તેનો આવકાર કર્યો છે. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી જણાવાયું છે કે સહકારી દૂધસંઘો તથા ખાનગી દૂધ-પરિયોજનાઓના માધ્યમથી દૂધ-ઉત્પાદક ખેડૂતોને 3.5 ફૅટ/8.5 એસ.એન.એફ. ગુણવત્તા માટે ઓછામાં ઓછા 27 રૂપિયા પ્રતિ-લિટરના દરથી રોકડ-રહિત પદ્ધતિ (ઓનલાઇન)ના માધ્યમથી સંબંધિતના પોતાના બૅન્કખાતામાં ચૂકવણી કરવાની રહેશે, ત્યાર બાદ દૂધ-ઉત્પાદક ખેડૂતોને સરકારના માધ્યમથી લિટરદીઠ 5 રૂપિયા સીધા તેમના બૅન્ક-એકાઉન્ટમાં જમા કરાવવામાં આવશે.

ફૅટ તથા એસએનએફ 3.5/8.5 પ્રતિ પૉઇન્ટથી ઓછું હોય તો ફૅટ એસએનએફ દરેક માટે 30 પૈસાની કપાત કરવામાં આવશે. સાથોસાથ, દરેક આંકડો વધતાં 30 પૈસાનો વધારો થશે.

અમદાવાદીમાં વાઇબ્રન્ટ સમિટને લઇ વૈકલ્પિક રૂટ જાહેર, શહેરમાં VVIP મૂવમેન્ટ હોવાથી ટ્રાફિકને લઈ એડવાઈઝરી, જાણો વિગત

72 કલાકમાં બાજી પલટાઈ, મુકેશ અંબાણીએ અદાણીને હરાવીને નંબર 1નો તાજ પાછો મેળવ્યો, બન્યાં સૌથી ધનિક ઉદ્યોગપતિ

જાણો પેટ્રોલ અને ડીઝલ ક્યારે સસ્તું થશે? ભારતે સમુદ્રની વચ્ચેથી ક્રૂડ ઓઈલ કાઢવાનું કર્યું શરૂ, પેટ્રોલિયમ મંત્રીએ કરી જાહેરાત

આ યોજના ચાલુ કરવા માટે બૅન્ક તરફથી એક ખાસ સૉફ્ટવેર બનાવવામાં આવ્યું છે અને દૂધ-ઉત્પાદક ખેડૂતોના બૅન્ક-ખાતામાં ડીબીટીના માધ્યમથી સબસિડી આપવાને મંજૂરી આપવામાં આવી રહી છે.

[ruby_related total=5 layout=5]