વિરાટ કોહલી અવારનવાર પોતાના લુક અને સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પાસે મોંઘી ઘડિયાળોનું કલેક્શન છે. આ ઘડિયાળોની કિંમત લાખોમાં છે.

વિરાટ કોહલી હવે બીજી લક્ઝરી ઘડિયાળ પહેરીને દેખાયો છે. વિરાટ કોહલીએ હાલમાં જ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં વિરાટ સેન્ટોસ ડી કાર્ટીયર ગ્રીન ડાયલ ઘડિયાળ પહેરેલો જોવા મળ્યો હતો.

વિરાટ કોહલીએ પહેરેલી ઘડિયાળની કિંમત લગભગ 7,95,000 રૂપિયા છે. આ પહેલા વિરાટ કોહલી પાટેક ફિલિપ નોટિલસ ઘડિયાળ સાથે જોવા મળ્યો હતો. તેની કિંમત લગભગ 57 લાખ રૂપિયા હતી. વિરાટ કોહલી પાસે બ્લેક ડાયલ ડેટોના ઘડિયાળ પણ છે, જેની કિંમત 20 લાખ રૂપિયા છે.
આ પણ વાંચો
ગુજરાત સરકાર થઈ મહેરબાન, વાવાઝોડામાં અસરગ્રસ્ત વિસ્તારો માટે કરવામાં આવી મોટી જાહેરાત, રોકડા પણ આપશે
વિરાટ પાસે Patek Philippe Aquanaut ઘડિયાળ છે, જેની બજારમાં કિંમત 30 થી 35 લાખ રૂપિયા છે. વિરાટ કોહલીના ઘડિયાળના સંગ્રહમાં રોલેક્સ ડેડેટ 40 પણ સામેલ છે. આ ઘડિયાળની કિંમત લગભગ 27 લાખ રૂપિયા છે. વિરાટ કોહલી હાલમાં લાંબા બ્રેક પર છે. હવે તે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં એક્શનમાં જોવા મળશે.