PM Modi Petteri Orpo 6G Technology: રાજધાની દિલ્હીમાં આયોજિત ‘ઈન્ડિયા AI ઈમ્પેક્ટ એક્સપો-2026’ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પેન અને ફિનલેન્ડના રાષ્ટ્રીય અધ્યક્ષો સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ મુલાકાતમાં PM મોદીએ તાજેતરના ભારત-EU મુક્ત વ્યાપાર કરારને બંને દેશોના સંબંધો માટે એક નવો ‘સુવર્ણ યુગ’ ગણાવ્યો છે.
‘ઈન્ડિયા AI ઈમ્પેક્ટ એક્સપો-2026’ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ભારત મંડપમ ખાતે સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝ અને ફિનલેન્ડના વડાપ્રધાન પેટ્ટેરી ઓરપો સાથે અલગ-અલગ મુલાકાત કરી હતી. આ દરમિયાન PM મોદીએ 27 જાન્યુઆરીએ થયેલા ભારત-યુરોપિયન યુનિયન (EU) મુક્ત વ્યાપાર કરાર (FTA) ના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે આ ઐતિહાસિક સમજૂતીથી અંદાજે 2 અબજ લોકોના બજારનું નિર્માણ થશે અને આર્થિક ભાગીદારીમાં નવા અવસરો ખૂલશે.

સ્પેન સાથે સંરક્ષણ અને સાંસ્કૃતિક જોડાણ
સ્પેનના રાષ્ટ્રપતિ સાથેની વાતચીતમાં સંરક્ષણ, સુરક્ષા અને ટેકનોલોજી પર ભાર મૂકવામાં આવ્યો હતો. વર્ષ ૨૦26 ને ‘ભારત-સ્પેન સંસ્કૃતિ, પ્રવાસન અને AI વર્ષ’ તરીકે ઉજવવામાં આવશે. બીજી બાજુ સ્પેનના રાષ્ટ્રપતિએ માનવકેન્દ્રી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર ભાર મૂકવાની હિમાયત કરી હતી.

ફિનલેન્ડ સાથે ટેકનોલોજી અને ઈનોવેશન
જ્યારે ફિનલેન્ડના વડાપ્રધાન સાથેની ચર્ચામાં દ્વિપક્ષીય વ્યાપાર બમણો કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ બેઠકમાં ખાસ કરીને 6G ટેકનોલોજી, સ્વચ્છ ઉર્જા, બાયોફ્યુઅલ અને સર્ક્યુલર ઇકોનોમી જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર સહમતિ બની છે.

AI ઇમ્પેક્ટ એક્સપો-2026

આ મેગા ઇવેન્ટમાં 20 થી વધુ રાષ્ટ્રાધ્યક્ષો, 60 મંત્રીઓ અને 5૦૦ થી વધુ વૈશ્વિક AI નેતાઓ ભાગ લઈ રહ્યા છે. એક્સપોમાં 6૦૦ થી વધુ સ્ટાર્ટઅપ્સ અને 13 દેશોના પેવેલિયન દ્વારા આધુનિક ટેકનોલોજીનું પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યું છે.