PM Modi Speech: પશ્ચિમ બંગાળના સિંગૂરમાં યોજાયેલી રેલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તૃણમૂલ કોંગ્રેસ (TMC) સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે હવે રાજ્યમાંથી 15 વર્ષથી ચાલતું TMC નું જંગલરાજ સમાપ્ત થવું જોઈએ. બંગાળની જનતા બદલાવ ઈચ્છે છે અને કૂશાસનથી કંટાળી ગઈ છે.
ઘૂસણખોરી મુદ્દે TMC પર ગંભીર આરોપ
PM મોદીએ આરોપ લગાવ્યો કે TMC ઘુસપેઠિયોને સુરક્ષા આપે છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ફર્જી દસ્તાવેજો પર બંગાળમાં રહેતા લોકોને હવે તેમના દેશમાં પાછા મોકલવા પડશે. દેશની સુરક્ષા સાથે કોઈ સમજૂતી નહીં થાય.
These glimpses from Malda TODAY indicate the mood of West Bengal 🔥
TMC misrule is ending soon. BJP is people’s choice!
Paltano darkar, chai BJP sarkar!
Vande Bharat Sleeper flagged off, ₹3250+ crore projects launched – real development Under Narendra Modi’s leadership… pic.twitter.com/WC0Uybd8qq
— pardeep jakhar (@jakharpardeep) January 17, 2026
ચૂંટણીમાં જનતા આપશે જવાબ
પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે બંગાળના લોકો TMCના કૂશાસનથી ત્રસ્ત છે અને આવનારી વિધાનસભા ચૂંટણીમાં તેને સત્તાથી દૂર કરવા માંગે છે. જનતા લોકશાહી રીતે TMCને જવાબ આપશે.
શિક્ષણ વ્યવસ્થામાં ભ્રષ્ટાચારનો આરોપ
PM મોદીએ જણાવ્યું કે બંગાળની શિક્ષણ વ્યવસ્થા TMCના ભ્રષ્ટાચારની પકડમાં છે, જેના કારણે વિદ્યાર્થીઓ ગુણવત્તાપૂર્ણ શિક્ષણથી વંચિત છે. શિક્ષકોની નોકરી બચાવવા માટે પણ ભાજપને મત આપવો જરૂરી છે.

વિકાસ માટે ‘વંદે માતરમ’ મંત્ર
PM મોદીએ વધુમાં કહ્યું કે બંગાળ અને દેશના વિકાસ માટે ‘વંદે માતરમ’ને મંત્ર બનાવવો પડશે. ભાજપ સરકાર આવ્યા બાદ બંગાળીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળ્યો હતો, જે અગાઉની સરકાર આપી શકી નહોતી.
કેન્દ્રની યોજનાઓ રોકવાનો આરોપ
પ્રધાનમંત્રીએ આક્ષેપ કર્યો કે TMC સરકાર કેન્દ્રની યોજનાઓનો લાભ જનતા સુધી પહોંચવા દેતી નથી. તેમણે સવાલ કર્યો કે શું આવી સરકારને દંડ મળવો જોઈએ કે નહીં?