પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણને કારણે ઉભી થયેલી સ્થિતિને લઈને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે. વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા, ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય ગૃહ સચિવ, કેબિનેટ સચિવ, સ્વાસ્થ્ય સચિવ અને કોવિડ ટાસ્ક ફોર્સના અધિકારીઓ હાજર રહ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે બેઠકમાં કોરોનાના નવા વેરિએન્ટને કારણે ઉભી થયેલી સ્થિતિની સીક્ષા કરવામાં આવી છે.
સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી થયેલી આ બેઠકમાં કોવિડની સ્થિતિની સમીક્ષા કરી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે કોવિડ-૧૯ ના નવા સ્વરૂપ ઓમિક્રોન સંક્રમણના ૫૫૨ નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં કુલ સંક્રમિતોનો આંકડો ૩૬૨૩ થઈ ગયો છે. ભારતમાં ઓમિક્રોન વેરિએન્ટ સંક્રમણના ૫૫૨ નવા કેસ સામે આવ્યા બાદથી દેશના ૨૭ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના વાયરસના આ વેરિએન્ટથી અત્યાર સુધી સંક્રમિતોની સંખ્યા વધીને ૩૬૨૩ થઈ ગઈ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧,૫૯,૬૩૨ કેસ સામે આવ્યા છે, જે છેલ્લા ૨૨૪માં સામે આવેલા સર્વાધિક દૈનિક કેસ છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને પોલીસ કમિશ્નરનું જાહેરનામું ખાસ વાંચી લેજાે નહી તો ઉતરાયણ પોલીસ સ્ટેશનમાં ઉજવવી પડશે થઈ ગઈ છે, જે આશરે ૧૯૭ દિવસમાં સર્વાધિક છે.
અગાઉ ગયા વર્ષે ૨૯ મેના રોજ સંક્રમણના ૧,૬૫,૫૫૩ કેસ નોંધાયા હતા. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૨૭ લોકોના મોત બાદ મૃત્યુઆંક વધીને ૪,૮૩,૭૯૦ થયો છે. ઓમિક્રોનના ૩,૬૨૩ કેસમાંથી ૧,૪૦૯ લોકો સાજા થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ ૧,૦૦૯ કેસ નોંધાયા છે. આ પછી દિલ્હીમાં ૫૧૩, કર્ણાટકમાં ૪૪૧, રાજસ્થાનમાં ૩૭૩, કેરળમાં ૩૩૩ અને ગુજરાતમાં ૨૦૪ કેસ નોંધાયા છે.
દેશમાં દરરોજ કોરોના વાયરસના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં કેટલાક રાજ્યોના આંકડાએ ચિંતા ઉભી કરી દીધી છે. દેશમાં સતત વધી રહેલા કોરોના કેસને લઈને કેન્દ્ર સરકાર પણ એલર્ટ છે. સૂત્રો પ્રમાણે દેશમાં કોરોનાની સ્થિતિને લઈને સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક કરશે.