World News: મંગળવારે ગૂગલના કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કર્મચારીઓ ન્યૂયોર્કમાં કંપનીની ઓફિસમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. વાસ્તવમાં કંપની ઇઝરાયેલ સરકાર સાથે મળીને કામ કરી રહી છે, જેની સામે કેટલાક કર્મચારીઓએ આંદોલન કરવાનું શરૂ કર્યું. આ પછી 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
વાસ્તવમાં, ઇઝરાયેલ અને ગાઝા વચ્ચે યુદ્ધ ચાલુ છે. આવી સ્થિતિમાં ગુગલ ઓફિસમાં વિરોધ કરી રહેલા કર્મચારીઓનો દાવો છે કે અમેરિકન ટેક કંપનીઓ ઈઝરાયેલ સરકારને સપોર્ટ કરી રહી છે. શું યુદ્ધ વચ્ચે કોઈ એક દેશને ટેક્નોલોજી આપવી યોગ્ય છે?

ગૂગલના કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે
પ્રદર્શન કરનારના પ્રવક્તા જેન ચુંગે કહ્યું કે બંને ઓફિસમાંથી 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એક પ્રદર્શનકારીએ વીડિયો રેકોર્ડ કરીને શેર કર્યો હતો. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે ન્યૂયોર્ક પોલીસ ન્યૂયોર્કમાં ગૂગલની ઓફિસમાં આવે છે અને પ્રદર્શનકારીઓને શાંત રહેવા માટે કહે છે અને જો તેઓ ન છોડે તો તેમની ધરપકડ કરવાનું કહેવામાં આવે છે. આ પછી, જ્યારે કર્મચારીઓ પોલીસની વાત સાંભળતા નથી, ત્યારે તેમને કસ્ટડીમાં લેવામાં આવે છે.
BREAKING: Google employees were arrested after occupying their boss's office for more than 8 hours to demand that the company sever ties with Israel.
WATCH: pic.twitter.com/W4WQO8NNgH
— Kassy Akiva (@KassyDillon) April 17, 2024
ગુગલ વિરોધ કરનારાઓ સામે કાર્યવાહી કરશે
ગૂગલના પ્રવક્તાએ કહ્યું કે કંપનીની નીતિનો વિરોધ કરી રહેલા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત કંપની એવા કર્મચારીઓ સામે પગલાં લેશે જેમણે અન્ય કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી છે.
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની સીધી અસર સોના-ચાંદીના ભાવ પર થશે, ટૂંક જ સમયમાં 1 લાખનું એક તોલું થઈ જશે
6,6,6,2… મહેન્દ્ર સિંહ ધોનીએ માત્ર 4 બોલમાં આખી મેચ પલટી નાખી, હાર્દિક પંડ્યા ટગર-ટગર જોતો રહી ગયો
સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં પોલીસનો સૌથી મોટો ખુલાસો, આરોપીનું જબરું કનેક્શન બહાર આવતા હાહાકાર
વિરોધીઓએ માંગણીઓ મૂકી, રોકાણ પાછું ખેંચવા કહ્યું
મંગળવારે વિરોધીઓ ન્યુ યોર્ક અને કેલિફોર્નિયામાં ઓફિસોમાં પ્રવેશ્યા. આ પછી તેણે કંપનીનો વિરોધ શરૂ કર્યો અને કહ્યું કે ગૂગલે તેનો 1.2 બિલિયન યુએસ ડોલરનો કોન્ટ્રાક્ટ પાછો ખેંચી લેવો જોઈએ, જે તેણે એમેઝોન સાથે મળીને કર્યો છે. એમેઝોન ઈઝરાયેલ સરકારને ક્લાઉડ સર્વિસ અને ડેટા સર્વિસ પૂરી પાડી રહી છે.