રાહુલ ગાંધીની ન્યાય યાત્રાને આરંભે જ મણિપુરમાં બ્રેક, બીજું સ્થળ પસંદ કરવું પડશે, જાણો મોટું કારણ

Desk
By Desk

Rahul Gandhi Nyay Yatra: કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા માટે મણિપુર પ્રદેશ કૉંગ્રેસ સમિતિના અધ્યક્ષ કે. મેઘચંદ્રે આ યાત્રાને મંજૂરી માટે પાર્ટીના નેતાઓની એક ટીમ સહિત આજે બુધવારે સવારે મુખ્યમંત્રી એન. બિરેન સિંહની મુલાકાત લીધી હતી. બાદમાં તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, રાજ્યમાં કાયદો ને વ્યવસ્થાની સ્થિતિના કારણે તેમને યાત્રાની પરવાનગી આપવાનો મુખ્યમંત્રી દ્વારા ઇનકાર કરવામાં આવ્યો છે.

મણિપુરમાં જે ગ્રાઉન્ડ પરથી તા. 14મી જાન્યુઆરીના રોજ આ યાત્રા શરૂ થવાની છે તે માટે મણિપુર સરકારે મંજૂરી આપવાનો ઇનકાર કરતાં રાહુલ ગાંધીની યાત્રા સંકટમાં પડી છે. મણિપુર સરકારના નિર્ણય પર કૉંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલે જણાવ્યું હતું કે, આ રાજકીય કાર્યક્રમ નથી, અને યાત્રાનું રાજકીયકરણ ન કરો.

દરમિયાન, વેણુગોપાલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મણિપુર પીસીસી પ્રેસિડેન્ટે ન્યાયયાત્રાની પરવાનગી રાજ્યના ચીફ સેક્રેટરી પાસે માગી હતી, અને છેવટે પરવાનગી માટે મુખ્યમંત્રીને મળ્યા હતા ત્યારે તેમણે તે આપવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે ઉમેર્યું કે, રાહુલ ગાંધી કોઈ રાજકીય કામકાજ માટે આ યાત્રા નથી કરતા, બલકે શાંતિનો સંદેશ પહોંચાડવા ઇચ્છે છે. અમે કોઈ તમાશો કરવા માગતા નથી. ભલે, પૅલેસ ગ્રાઉન્ડ પર નહીં તો કોઈ બીજી જગ્યાએ અમે યાત્રા કરીશું. મુખ્યમંત્રીએ શક્ય તેટલી દૂરની જગ્યાએ યાત્રા કરવાની પરવાનગી આપી છે.

વરિષ્ઠ કૉંગ્રેસી નેતા વેણુગોપાલે વધુમાં એમ પણ કહ્યું કે, મણિપુરથી મુંબઈ સુધી 6,500 કિ.મી.નું અંતર કાપનારી આ ઐતિહાસિક યાત્રા યુવાઓ, મહિલાઓ, ખેડૂતો અને ગરીબો માટે ન્યાય માગનારી મહત્ત્વની યાત્રા છે.

Samsungએ લોન્ચ કરી અનોખી ડિસ્પ્લે, ફ્લિપ ફોનની જેમ ખુલશે અને પછી… મજબૂતીમાં પણ અદભૂત, જાણો ફિચર્સ

રાજસ્થાનના આ મંત્રી પાસે છે 2 પત્ની અને 8 બાળકો, જનતાને પણ કહ્યું- તમે પણ વધુ બાળકો પૈદા કરો, “પ્રધાનમંત્રી આપશે છત”

મોદીની ગેરંટી… વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, ‘આગામી 25 વર્ષમાં ભારતને વિકસિત બનાવવાનું લક્ષ્ય છે…’

ગત તા. 6 જાન્યુઆરીના રોજ કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાહુલ ગાંધી મણિપુરના ઇમ્ફાલમાંથી તા. 14 જાન્યુઆરીના રોજ આ યાત્રા શરૂ કરશે, એવી માહિતી પત્રકારોને આપી હતી. આ યાત્રા ભારતનાં 15 રાજ્યોમાંથી પસાર થશે, જેમાં અરુણાચલ પ્રદેશનો પાછળથી સમાવેશ કરાયો હતો.

[ruby_related total=5 layout=5]