સાડી પહેરીને મેદાન ગજવ્યું! ઓડિશાની મહિલાઓએ ફૂટબોલ મેચ રમીને તોડી પરંપરાગત માન્યતાઓ

Lok Patrika
By Lok Patrika

Weared Sari Women Plays Football: આજની સન્નારી ધારે તે કરી શકે છે, અને તેનું જવલંત ઉદાહરણ ઓડિશાના સુંદરગઢમાં જોવા મળ્યું છે. જે રમતને સામાન્ય રીતે માત્ર પુરુષોની રમત માનવામાં આવે છે અને જેમાં ભારે દોડધામની જરૂર હોય છે, ત્યાં આ મહિલાઓએ સાડી પહેરીને ફૂટબોલ રમીને દુનિયાને ચોંકાવી દીધી છે. આ માત્ર એક મેચ નથી, પરંતુ સ્ત્રી શક્તિ અને આત્મવિશ્વાસનો અદભૂત નજારો છે.

સાડીના વેશમાં મેદાન પર શક્તિનું પ્રદર્શન
સામાન્ય રીતે ફૂટબોલ રમવા માટે સ્પોર્ટ્સ કિટ અને ખાસ કપડાંની જરૂર પડતી હોય છે, પરંતુ ઓડિશાના સુંદરગઢ જિલ્લાના બડબાલિજોર ગામમાં દ્રશ્યો કંઈક અલગ જ જોવા મળે છે. અહીં મહિલાઓ પારંપરિક સાડી પહેરીને ફૂટબોલના મેદાનમાં ઉતરી હતી. માઓવાદ પ્રભાવિત ગણાતા આ વિસ્તારમાં મહિલાઓએ સાડીમાં જ ગોલ કરીને એ સાબિત કરી દીધું કે આવડત અને જુસ્સાને કપડાંના કોઈ બંધન નડતા નથી.

 

25 થી 40 વર્ષની મહિલાઓનો જોશ
આ અનોખી ફૂટબોલ મેચમાં સામેલ મહિલાઓની ઉંમર 25 થી 40 વર્ષની વચ્ચે હતી. સાડી પહેરેલી હોવા છતાં આ મહિલાઓના જોશમાં કોઈ કમી નહોતી. મેદાનમાં તેઓ જે રીતે બોલ પર કંટ્રોલ કરતી હતી અને જે ગતિએ એટેક અને ડિફેન્સ કરતી હતી, તે જોઈને પ્રેક્ષકો પણ દંગ રહી ગયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર અત્યારે જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ વીર નારીઓની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.


રૂઢિચુસ્ત માન્યતાઓ પર ગોલ
આ ફૂટબોલ મેચ એક ખાસ જાગૃતિ અભિયાનના ભાગરૂપે યોજવામાં આવી હતી. જેનો મુખ્ય હેતુ સમાજમાં ફેલાયેલી લૈંગિક અસમાનતા અને રૂઢિચુસ્ત વિચારોને તોડવાનો હતો. સ્ત્રીઓની ભૂમિકા માત્ર ઘરની ચાર દીવાલો સુધી મર્યાદિત નથી, તે સંદેશ આ મેચ દ્વારા મોકલાયો હતો. આ આયોજને સ્પષ્ટ કર્યું કે હુન્નર અને તાકાત હોંસલાથી ઓળખાય છે, પહેરવેશથી નહીં.

સોશિયલ મીડિયા પર પ્રશંસાની વર્ષા
આ વીડિયો વાયરલ થયા બાદ ઈન્ટરનેટ પર લોકો મહિલાઓના આત્મવિશ્વાસના ફેન બની ગયા છે. યુઝર્સ કહી રહ્યા છે કે આ મેચ સ્ત્રીઓના સશક્તિકરણનું પ્રતીક છે. સાડી જેવા પારંપરિક પહેરવેશમાં આટલી સ્ફૂર્તિથી ફૂટબોલ રમવું એ દરેક માટે પ્રેરણાદાયક છે.

[ruby_related total=5 layout=5]

Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly