અરવલ્લી પર સુપ્રીમ કોર્ટનો મોટો ફેંસલો: જૂના આદેશ પર રોક, હવે નવી કમિટી કરશે તપાસ

Lok Patrika
By Lok Patrika

Aravalli Case:  જેના અસ્તિત્વને બચાવવા માટે અત્યારે ‘મહાયુદ્ધ’ છેડાઈ ગયું છે, તે અરવલ્લી પર્વતમાળા મામલે સુપ્રીમ કોર્ટે આજે એક મોટો વળાંક આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે પોતાના જ અગાઉના ચુકાદા પર રોક લગાવીને કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારી છે. સીજેઆઈએ સ્પષ્ટ કર્યું છે કે, 100 મીટરની ઊંચાઈના માપદંડ પર કઈ પહાડીઓ ખરી ઉતરે છે તેનું વૈજ્ઞાનિક અને તથ્યાત્મક પરીક્ષણ થવું અનિવાર્ય છે. પર્યાવરણ અને વિકાસ વચ્ચેની આ લડાઈમાં સુપ્રીમ કોર્ટની આ દખલગીરી હવે શું નવો વળાંક લાવશે એને લઈને ચર્ચાઓ ચાલી રહી છે.

 

સુપ્રીમ કોર્ટનો અરવલ્લી મુદ્દે યુ-ટર્ન
અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ અને ખનન મામલે સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ચોંકાવનારો વળાંક આપ્યો છે. સીજેઆઈ સૂર્યકાંત, જસ્ટિસ જે.કે. મહેશ્વરી અને જસ્ટિસ એ.જી. મસીહની ત્રણ જજોની ખંડપીઠે આ મામલે મોટો હસ્તક્ષેપ કરતા ગત 20 નવેમ્બરના રોજ આપેલા પોતાના જ આદેશ પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. આ સાથે જ અગાઉની કમિટી દ્વારા કરવામાં આવેલી ભલામણોને પણ આગામી સુનાવણી સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

આ મામલે સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર સહિત દિલ્હી, રાજસ્થાન, હરિયાણા અને ગુજરાત એમ ચાર રાજ્યોને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. કોર્ટે હવે આ વિવાદના ઉકેલ માટે એક નવી ‘ઉચ્ચ સ્તરીય સમિતિ’ રચવાનો આદેશ આપ્યો છે, જે અરવલ્લીની વ્યાખ્યા અને ત્યાં થતા ખનન અંગે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી તપાસ કરશે. પર્યાવરણ અને વિકાસના આ જટિલ મુદ્દા પર હવે આગામી સુનાવણી 21 જાન્યુઆરીના રોજ હાથ ધરવામાં આવશે, જે અરવલ્લીના ભવિષ્ય માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે.

સુનાવણી 21 જાન્યુઆરીના રોજ હાથ ધરાશે
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સરકાર સામે વેધક સવાલો પૂછીને આકરી નારાજગી પણ વ્યક્ત કરી હતી. કોર્ટે સરકાર પાસે સ્પષ્ટ શબ્દોમાં જવાબ માંગ્યો છે કે, અરવલ્લી પર્વતમાળામાં ખનન પ્રવૃત્તિ અટકશે કે ચાલુ રહેશે, તે અંગે સરકાર પોતાનું વલણ સ્પષ્ટ કરે.” પર્યાવરણના ભોગે ખનન ચલાવી લેવાશે કે કેમ, તે અંગે સરકારનો આ જવાબ હવે 21 જાન્યુઆરીની સુનાવણીમાં નિર્ણાયક સાબિત થશે.

શા માટે થઈ રહ્યો છે વિરોધ?
નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે જો અરવલ્લીની આ નવી વ્યાખ્યા લાગુ કરવામાં આવશે અને પહાડોને કાપીને ત્યાં ‘કોંક્રિટનું જંગલ’ ઉભું કરવામાં આવશે, તો આગામી સમયમાં દિલ્હી-NCRની હાલત બદતર થઈ જશે. તેનાથી માત્ર શ્વાસ લેવા માટે હવા જ નહીં ખૂટે, પરંતુ દિલ્હી ભયાનક જળ સંકટ અને રણ જેવી કાળઝાળ ગરમીની ઝપેટમાં આવી જશે. એક્સપર્ટ્સના મતે, આ ફેરફારથી સમગ્ર ઇકો-સિસ્ટમ વેરવિખેર થઈ જશે અને દિલ્હી-NCR વિસ્તાર રહેવા લાયક પણ નહીં બચે.અર્થાત હવે આ સમગ્ર મામલે 21 મી જાન્યુઆરીની સુનાવણી પર બધાની નજર ટીકેલી છે.

[ruby_related total=5 layout=5]

Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly