હું તને એકલો નહીં જવા દઉં… દીકરાનું કેનેડામાં મર્ડર થતાં માતાએ ભારતમાં ઝેરી દવાથી જીવન ટૂંકાવ્યું, એકસાથે અંતિમ સંસ્કાર

Lok Patrika
By Lok Patrika

‘હું તેને એકલો નહીં જવા દઉં…’ કેનેડામાં હુમલા બાદ મૃત્યુ પામેલા 24 વર્ષના યુવકની માતાની આ વાત હતી. પુત્રના મોતના સમાચાર મળતા જ માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જાણે દુનિયા તેની પાસેથી છીનવાઈ ગઈ હોય. મૃતક પુત્રનો મૃતદેહ જોવો ન પડે તેથી મૃતદેહ ઘરે આવે તે પહેલા જ માતાએ આપઘાત કરી લીધો હતો. એક તરફ પુત્રનો મૃતદેહ અને બીજી તરફ માતાનો મૃતદેહ. બંનેના એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એટલે કે માતાએ જે કહ્યું હતું, તે પૂરું કર્યું. આ મામલો પંજાબના શહીદ ભગત સિંહ નગર જિલ્લાના આઈમા ચહલ ગામનો છે.

સમાચાર મુજબ ગુરવિંદર નાથ નામનો યુવક બે વર્ષ પહેલા કેનેડા ભણવા ગયો હતો. તે ટોરોન્ટોની લોયલિસ્ટ કોલેજમાં બિઝનેસનો અભ્યાસ કરતો હતો. પોતાના ખર્ચને પહોંચી વળવા તે પાર્ટ ટાઈમ ડિલિવરી બોય બની ગયો અને પિઝાની ડિલિવરી કરવા લાગ્યો.

9મી જુલાઈએ હુમલો થયો, 14મી જુલાઈએ મૃત્યુ પામ્યા

9મી જુલાઈની રાત્રે મિસિસોગા શહેરમાં ડિલિવરી દરમિયાન તેમના પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ તેની કાર પણ લૂંટી લીધી હતી. ગુરવિંદરને બાદમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ ઘણા દિવસોની સારવાર પછી પણ તેને બચાવી શકાયો ન હતો અને 14 જુલાઈના રોજ તેનું મૃત્યુ થયું હતું. ગુરવિંદરના મોટા ભાઈએ તેના મૃત્યુના સમાચાર પરિવારથી છુપાવવાનો પ્રયાસ કર્યો અને તેના પિતાનું ઈન્ટરનેટ પણ બ્લોક કરી દીધું જેથી તે ગુરવિંદરને ફોન ન કરી શકે.

‘…હું તેને એકલા નહીં જવા દઉં’

આઈમા ચહલ ગામમાં દૂધની ડેરી ચલાવતા ગુરવિંદરના પિતા કૃષ્ણ દેવે કહ્યું કે મને મારી પત્નીની આત્મહત્યા બાદ ગુરવિંદરના મૃત્યુની જાણ થઈ. મેં આજે બધું ગુમાવ્યું. કૃષ્ણ દેવે કહ્યું કે મેં થોડા દિવસો પહેલા ગુરવિંદરને ફોન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ મારું ઇન્ટરનેટ કામ કરતું ન હતું. તેણે કહ્યું કે ગુરવિંદરની માતા પાડોશની મહિલાઓને કહેતી હતી કે જો મારા ગુરવિંદરને કંઈ થશે તો હું તેને એકલો નહીં જવા દઉં.

હવામાન વિભાગે કરી આજની આગાહી, હાલમાં વરસાદની સિસ્ટમ ગુજરાત પર એક્ટિવ નથી, છતાં અતિભારે વરસાદની વકી

હવે રસ્તા પર ખાસ સાવચેત રહેજો! જો ટ્રાફિકનો આ નિયમ તોડ્યો તો મેમો ફાટશે અને સીધા ખાતામાંથી પૈસા કપાશે

રામ મંદિરમાં ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ નક્કી થઈ ગઈ, મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું મોટું એલાન

પહેલા કરંટ, બાદમાં ઝેર ખાધું

કૃષ્ણ દેવે જણાવ્યું કે એક દિવસ ગુરવિન્દરની માતા નરિન્દર દેવી વરંડામાં કપડાં સૂકવી રહી હતી, ત્યારે તેણે કોઈને વાત કરતા સાંભળ્યા કે ગુરવિંદરની ડેડ બોડી આવી રહી છે. આ પછી તે પાગલ થઈ ગઈ. તેણે વીજ કરંટથી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં અમે તેને એકલી રહેવા દીધી ન હતી પરંતુ ગુરુવારે તેણે ઘરની બહાર જઈને ઝેર પીને જીવનનો અંત આણ્યો હતો. કૃષ્ણ દેવે કહ્યું કે ગુરવિંદર પર અગાઉ પણ હુમલો થયો હતો.

[ruby_related total=5 layout=5]

Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly