Sunetra Pawar takes Oath: મહારાષ્ટ્રમાં એક યુગનો અંત અને નવી શરૂઆત થઈ છે. અજિત પવારના આકસ્મિક નિધન બાદ આખું રાજ્ય શોકમાં ગરકાવ છે. આવા કપરા સમયે સુનેત્રા પવારે ભારે હૈયે સત્તાની કમાન સંભાળી છે. શપથ ગ્રહણ સમયે દરેકની આંખોમાં આંસુ હતા.

ભારે હૈયે જવાબદારીનો સ્વીકાર
અજિત પવારના પ્લેન અકસ્માત બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં મોટું શૂન્યાવકાશ સર્જાયું હતું. ગમ અને રાજકીય ઉથલપાથલ વચ્ચે સુનેત્રા પવારે ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા છે. મુંબઈના લોક ભવનમાં આયોજિત આ સમારોહમાં માહોલ અત્યંત ભાવુક હતો. જ્યારે તેઓ શપથ લઈ રહ્યા હતા ત્યારે માત્ર પરિવાર જ નહીં પણ ત્યાં હાજર નેતાઓની આંખો પણ નમ હતી. આ માત્ર સત્તાનું હસ્તાંતરણ નહોતું પણ એક પત્ની દ્વારા તેના પતિના અધૂરા સપના પૂરા કરવાની પ્રતિજ્ઞા હતી.
#WATCH | Mumbai, Maharashtra: Late Deputy CM Ajit Pawar's wife and Rajya Sabha MP Sunetra Pawar arrives at the State Legislative Assembly for the NCP legislative party meeting.
(Video: NCP) pic.twitter.com/Yc4sWJbSxW
— ANI (@ANI) January 31, 2026
વિધાન ભવનની તે જ બેઠક અને ભાવુક ક્ષણો
દક્ષિણ મુંબઈના વિધાન ભવન પરિસરમાં મળેલી બેઠકમાં સુનેત્રા પવારના નામ પર મહોર મારવામાં આવી હતી. વરિષ્ઠ નેતા દિલીપ વલસે પાટીલે પ્રસ્તાવ મૂક્યો અને છગન ભુજબળે તેને ટેકો આપ્યો. ખાસ વાત એ છે કે આ બેઠક એ જ જગ્યાએ થઈ જ્યાં અજિત પવાર બેસતા હતા. આ ક્ષણે સુનેત્રા પવાર સાથે તેમનો પુત્ર જય પવાર પણ હાજર રહ્યો હતો. પિતાની ગેરહાજરીમાં માતાને મોટી જવાબદારી સંભાળતા જોઈ પુત્ર પણ અત્યંત ભાવુક જણાયો હતો.
#WATCH | Mumbai, Maharashtra: Sunetra Pawar, leader of the NCP legislative party and wife of late Deputy CM Ajit Pawar, takes oath as Deputy CM of Maharashtra at the Lok Bhavan
Maharashtra CM Devendra Fadnavis, Deputy CM Eknath Shinde and other leaders present. pic.twitter.com/qL8IIvNeoR
— ANI (@ANI) January 31, 2026
રાજ્યપાલ અને દિગ્ગજ નેતાઓની હાજરી
મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સુનેત્રા પવારને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે ખાસ હાજર રહ્યા હતા. કેબિનેટના અન્ય મંત્રીઓએ પણ સુનેત્રા પવારને સાંત્વના આપી અને તેમને સમર્થન જાહેર કર્યું. રાજ્યપાલ અને સીએમ એ સુનેત્રા પવારના સાહસના વખાણ કર્યા જેણે આવા પર્સનલ લોસ છતાં રાજ્યની સેવાનો નિર્ણય લીધો છે.
#WATCH | Mumbai | Acharya Devvrat, Governor of Maharashtra, CM Devendra Fadnavis and Deputy CM Eknath Shinde reach Lok Bhavan for the swearing-in ceremony of Sunetra Pawar, leader of the NCP legislative party and wife of late Deputy Chief Minister Ajit Pawar, as the Deputy Chief… pic.twitter.com/KnR6alRXwu
— ANI (@ANI) January 31, 2026
પક્ષ અને પરિવાર સામે મોટો પડકાર
અજિત પવારના ગયા પછી પક્ષને એકજૂથ રાખવો એ સુનેત્રા પવાર માટે મોટો પડકાર છે. શરદ પવાર પરિવાર સાથેના સંબંધો અને પક્ષના ધારાસભ્યોનો વિશ્વાસ જીતવો હવે તેમની પ્રાથમિકતા રહેશે. શપથ લીધા બાદ તેમણે ટૂંકું સંબોધન કર્યું હતું જેમાં તેમણે અજિત પવારના કાર્યોને આગળ ધપાવવાની વાત કરી હતી. મહારાષ્ટ્રની જનતા પણ હવે સુનેત્રા પવાર તરફ એક નવી આશા સાથે જોઈ રહી છે.