વર્ષ 2023માં દુનિયાભરની મોટી કંપનીઓ છટણી કરી રહી છે. એમેઝોન, ગૂગલથી લઈને માઈક્રોસોફ્ટ સહિતની ઘણી કંપનીઓએ કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવાની યોજના બનાવી છે. અર્થશાસ્ત્રીઓના મતે 2023માં મોટી છટણી થવાની છે. અર્થશાસ્ત્રીઓએ આગાહી કરી છે કે તેમની કંપનીઓ આગામી મહિનાઓમાં પગારપત્રકમાં ઘટાડો કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માત્ર 12 ટકા અર્થશાસ્ત્રીઓએ અનુમાન લગાવ્યું છે કે આગામી ત્રણ મહિનામાં તેમની કંપનીઓમાં રોજગાર વધશે.

NABE એ રિપોર્ટ જાહેર કર્યો
તમને જણાવી દઈએ કે આ સર્વે નેશનલ એસોસિએશન ફોર બિઝનેસ ઈકોનોમિક્સ (NABE) દ્વારા કરવામાં આવ્યો હતો. કોવિડ રોગચાળાના શરૂઆતના દિવસો પછી આ પ્રથમ વખત છે જ્યારે વધુ ઉદ્યોગપતિઓએ તેમની કંપનીઓમાં નોકરી ગુમાવવાનો અંદાજ લગાવ્યો છે. એનએબીઇના પ્રમુખ જુલિયા કોરોનાડોના જણાવ્યા અનુસાર, સંકેતો આ વર્ષે મંદીમાં પ્રવેશવા અંગે વ્યાપક ચિંતા દર્શાવે છે.

50 ટકાથી વધુ છટણી થશે
માઈક્રોસોફ્ટ અને ગૂગલ જેવી મોટી ટેક કંપનીઓ ચાલુ છટણીની સીઝનમાં જોડાઈ રહી છે, હવે ભારત સહિત વૈશ્વિક સ્તરે જાન્યુઆરીમાં સરેરાશ પ્રતિદિન લગભગ 3,000 આઈટી કામદારોની છટણી કરવામાં આવી રહી છે. સર્વે મુજબ, અડધાથી વધુ બિઝનેસ અર્થશાસ્ત્રીઓ આગામી વર્ષે મંદીનું જોખમ 50 ટકા કે તેથી વધુ જુએ છે, જેનો અર્થ છે કે 2023માં વધુ છટણી થશે.

65,000 થી વધુ કર્મચારીઓને દૂર કર્યા
તમને જણાવી દઈએ કે 166 ટેક કંપનીઓએ અત્યાર સુધીમાં 65,000 થી વધુ કર્મચારીઓને કાઢી નાખ્યા છે. ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટે 12,000 કર્મચારીઓ અથવા લગભગ 6 ટકા કર્મચારીઓની છટણી કરવાની યોજના જાહેર કરી છે. માઈક્રોસોફ્ટના ચેરમેન અને સીઈઓ સત્ય નડેલાએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે કંપની એવા ફેરફારો કરશે જેના પરિણામે નાણાકીય વર્ષ 2023ના ત્રીજા ક્વાર્ટરના અંત સુધીમાં અમારા કુલ કર્મચારીઓમાં 10,000 નોકરીઓનો ઘટાડો થશે.
લોહી થીજવતી ઠંડી વચ્ચે અંબાલાલ પટેલની નવી આગાહી, બસ આજનો દિવસ સહન કરી લો, કાલથી ઠંડીમાં થશે ઘટાડો
2022માં 154,336 કર્મચારીઓની છટણી
એમેઝોને અગાઉ ભારતમાં લગભગ 1,000 અને વૈશ્વિક સ્તરે 18,000 કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી. મ્યુઝિક સ્ટ્રીમિંગ જાયન્ટ Spotifyએ સોમવારે વૈશ્વિક સ્તરે તેના કર્મચારીઓના 6 ટકા અથવા લગભગ 600 કર્મચારીઓને ઘટાડવાની જાહેરાત કરી છે. 2022 માં, 1,000 થી વધુ કંપનીઓએ છટણી ટ્રેકિંગ સાઇટ layoffs.fyi.com ના ડેટા અનુસાર 154,336 કર્મચારીઓની છટણી કરી છે.