Gold-Silver Rate: આસમાને પહોંચેલા સોનાના ભાવથી પરેશાન ગ્રાહકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આગામી સમયમાં સોના અને ચાંદીની કિંમતોમાં મોટું ગાબડું પડી શકે છે અને સોનું ₹15,000 સુધી સસ્તું થવાની શક્યતા છે. કિંમતોમાં આ ભારે ઘટાડો ક્યારે આવશે અને તેની પાછળ કયા વૈશ્વિક કારણો જવાબદાર રહેશે.

સોના અને ચાંદીના ભાવમાં આવેલી રેકોર્ડબ્રેક તેજીએ સામાન્ય જનતા અને ઝવેરી બજારની ઊંઘ હરામ કરી દીધી છે. ભારતીય બજારમાં સોનું ₹1.40 લાખ અને ચાંદી ₹2.50 લાખની ઐતિહાસિક સપાટી વટાવી ચૂક્યા છે ત્યારે તેની વચ્ચે એક રાહતના સોના- ચાંદીની કિંમતને લઈને એક રાહતના સમાચાર સામે આવ્યા છે. નાણાકીય નિષ્ણાતોનું કહેવું છે કે, જે ઝડપથી કિંમતોમાં વધારો થયો છે, તે જ ગતિ ઘટાડામાં પણ જોવા મળી શકે છે. એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે માત્ર એક જ દિવસમાં સોનાના ભાવમાં 10,000 થી 15,000 રૂપિયા સુધીનો ઘટાડો શક્ય છે. બીજી તરફ, ચાંદીના ભાવમાં પણ 10 થી 20 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે.
કેવી રીતે બન્યો રેકોર્ડ?
આ વર્ષે સોના અને ચાંદી બંનેએ નવી ઐતિહાસિક સપાટીને સ્પર્શ કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત પ્રતિ ઔંસ અંદાજે $4,500 સુધી પહોંચી ગઈ છે, તો બીજી તરફ સ્થાનિક બજારમાં પણ ભાવ સતત વધી રહ્યા છે. ચાંદીમાં આવેલી તોતિંગ તેજીએ પણ રોકાણકારો અને જ્વેલરી ઉદ્યોગને ચોંકાવી દીધા છે.
બજારના બદલાતા વલણો
ભાવ આટલા ઊંચા હોવા છતાં સામાન્ય ગ્રાહકો ખરીદીથી દૂર જઈ રહ્યા છે. ઘરેણાંના વેચાણમાં ઘટાડો થઈ રહ્યો છે અને ભારત તથા દુબઈ જેવા મોટા બજારોમાં સોનું અને ચાંદી ડિસ્કાઉન્ટ (છૂટ) પર વેચાઈ રહ્યા છે. નિષ્ણાતો માને છે કે આ તેજીનું મુખ્ય કારણ મોટા રોકાણકારો દ્વારા કરવામાં આવતી જંગી ખરીદી છે. Gold અને Silver ETF, લોંગ-ટર્મ ઇન્વેસ્ટમેન્ટ અને મોટા ફંડ્સના રોકાણને કારણે કિંમતો વધી રહી છે, કારણ કે બેંક FDના અંદાજે 7% વળતરની તુલનામાં સોનું અને ચાંદી ઘણું વધારે રિટર્ન આપી રહ્યા છે.
જ્વેલરી ઉદ્યોગ પર અસર
સોના-ચાંદીની આસમાની કિંમતોની સીધી અસર જ્વેલરી ઉદ્યોગ પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. લગ્ન અને તહેવારોની મોસમ હોવા છતાં વેચાણમાં મોટો ઘટાડો નોંધાયો છે. જે લોકો પહેલા 22 કેરેટ સોનું સરળતાથી ખરીદતા હતા, તેઓ હવે 18 કેરેટ અથવા 14 કેરેટ જેવા Lightweight Jewelry તરફ વળી રહ્યા છે.
સામાન્ય રોકાણકારો માટે સલાહ
નિષ્ણાતોએ ઘરેણાં ખરીદનારાઓ અને રોકાણકારોને અત્યારે ધીરજ રાખવાની સલાહ આપી છે. કિંમતોમાં ઘટાડો આવ્યા બાદ ખરીદી કરવી વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ ઉપરાંત, એકસાથે મોટી રકમનું રોકાણ કરવાને બદલે હપ્તે-હપ્તે (SIP રીતે) રોકાણ કરવું વધુ સારું માનવામાં આવે છે, જેથી જોખમ ઘટાડી શકાય.
સોના અને ચાંદીના ભાવમાં સંભવિત ઘટાડાએ રોકાણકારો અને ગ્રાહકો બંને માટે નવી વ્યૂહરચના બનાવવાની જરૂરિયાત ઊભી કરી છે. આગામી દિવસોમાં બજારમાં મોટી હલચલ અને ભાવમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.