Costly Habbit: જો તમે પણ સિગરેટ, બીડી કે પાન-મસાલાના શોખીન હોવ, તો હવે ખિસ્સું ખાલી કરવા તૈયાર થઈ જજો! સરકાર આ વસ્તુઓ પર નવા ટેક્સ અને સેસ લાગુ કરવા જઈ રહી છે, જેના કારણે ટૂંક સમયમાં જ આ વ્યસનો મોંઘા દાટ બનશે. ચાલો જાણીએ કઈ તારીખથી આ નવા દરો લાગુ થશે અને તમારી જેબ પર તેની કેટલી અસર પડશે.
The Finance Ministry on Wednesday (December 31) notified a major revision in excise duty on cigarettes and tobacco products, effective February 1, 2026.
According to the notification issued, the government has imposed an additional excise duty on cigarettes in the range of Rs… pic.twitter.com/oLmbdz7D0o
— ANI (@ANI) January 1, 2026
જો સિગરેટ, બીડી કે પાન-મસાલા તમારી દિનચર્યાનો ભાગ હોય અને તેના વગર તમને અધૂરું લાગતું હોય, તો આ સમાચાર તમારા માટે છે. કારણ કે તમારી આ આદત આગામી થોડા અઠવાડિયામાં ખિસ્સા પર ભારે પડવાની છે. સરકારે તમામ તમાકુ ઉત્પાદનો પર ‘એડિશનલ એક્સાઈઝ ડ્યુટી’ લગાવી દીધી છે, જે 1st ફેબ્રુઆરીથી અમલમાં આવશે. આ ઉપરાંત, પાન-મસાલા પર નવો ‘સેસ’ પણ લાદવામાં આવ્યો છે, જે પણ 1st ફેબ્રુઆરીથી જ લાગુ થશે. એટલે કે, 1st ફેબ્રુઆરીથી સિગરેટ, બીડી અને પાન-મસાલા જેવી તમાકુની વસ્તુઓ મોંઘીદાટ થઈ જશે.

મહત્વનું છે કે, તમાકુ અને પાન-મસાલા પર લગાડવામાં આવી રહેલા આ નવા ટેક્સ GST દરો ઉપરાંતના હશે. આ નવો ટેક્સ અત્યારે આવા ‘સિન ગુડ્સ’ (વ્યસનકારી વસ્તુઓ) પર લાગતા કોમ્પેન્સેશન સેસનું સ્થાન લેશે. સરકાર દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, 1st ફેબ્રુઆરીથી પાન-મસાલા, સિગરેટ, તમાકુ અને તેની બનાવટો પર 40 ટકા GST લાગશે, જ્યારે બીડી પર 18 ટકા GST લાગુ કરવામાં આવશે.
પાન-મસાલા પર લાગશે સેસ
સિગરેટ અને બીડી ઉપરાંત, પાન-મસાલા પર હવે ‘હેલ્થ અને નેશનલ સિક્યોરિટી સેસ’ (આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા સેસ) લાગુ કરવામાં આવશે. તેમજ તમાકુ અને તેની સાથે જોડાયેલી અન્ય વસ્તુઓ પર વધારાની એક્સાઈઝ ડ્યુટી વસૂલવામાં આવશે. નાણા મંત્રાલયે ચાવવાની તમાકુ, જરદા, સુગંધિત તમાકુ અને ગુટખા પેકિંગ મશીન (ક્ષમતા નિર્ધારણ અને શુલ્ક સંગ્રહ) નિયમ-2026 ને પણ સૂચિત (Notify) કર્યા છે.

સંસદે ડિસેમ્બરમાં બે બિલ પસાર કર્યા હતા, જેમાં પાન-મસાલાના ઉત્પાદન પર નવો હેલ્થ અને નેશનલ સિક્યોરિટી સેસ અને તમાકુ પર એક્સાઈઝ ડ્યુટી લગાવવાની મંજૂરી આપવામાં આવી હતી. સરકારે બુધવારે આ નવા ટેક્સ લાગુ કરવાની તારીખ 1st ફેબ્રુઆરી નક્કી કરી છે. હાલમાં જે GST કોમ્પેન્સેશન સેસ અલગ-અલગ દરો પર વસૂલવામાં આવે છે, તે 1st ફેબ્રુઆરીથી નાબૂદ કરવામાં આવશે અને તેની જગ્યાએ આ નવા ટેક્સ લાગશે.