પૂર્વ BCCI અધ્યક્ષ ઈન્દ્રજિત સિંહ બિંદ્રાનું 84 વર્ષની વયે અવસાન: ICC ચેરમેન જય શાહે આપી પુષ્ટિ

Lok Patrika
By Lok Patrika

Former BCCI President:  ભારતીય ક્રિકેટ જગત માટે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ના પૂર્વ અધ્યક્ષ ઈન્દ્રજિત સિંહ બિંદ્રાનું 84 વર્ષની વયે નિધન થયું છે. તેમના અવસાનથી ક્રિકેટ પ્રશાસન જગતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.


ICC ચેરમેન જય શાહે આપી પુષ્ટિ
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ચેરમેન જય શાહે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી હતી. તેમણે લખ્યું કે ભારતીય ક્રિકેટ પ્રશાસનના દિગ્ગજ તરીકે બિંદ્રાનું યોગદાન હંમેશા યાદ રહેશે.

ઇમોશનલ પોસ્ટથી વ્યક્ત કરી સંવેદના
જય શાહે લખ્યું છે કે, ભારતીય ક્રિકેટ એડમિનિસ્ટ્રેશનના દિગ્ગજ અને પૂર્વ BCCI અધ્યક્ષ IS  બિંદ્રાના અવસાન પર ઊંડી સંવેદના. તેમની વારસો આવનારી પેઢીઓને પ્રેરણા આપતી રહેશે. ઓમ શાંતિ.”

તબિયત બગડતાં થયું અવસાન
મળતી માહિતી મુજબ, રવિવારે બપોરે ભોજન કર્યા બાદ બિંદ્રાની તબિયત અચાનક બગડવા લાગી હતી. સાંજે આશરે 6:30 વાગ્યે તેમનું નિધન થયું હતું. સોમવારે બપોરે લોધી શમશાન ઘાટ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

ક્રિકેટ પ્રશાસનમાં લાંબી સેવા
IS બિંદ્રા વર્ષ 1993 થી 1996 દરમિયાન BCCIના અધ્યક્ષ રહ્યા હતા. તે પહેલાં તેઓ 1978 થી 2014 સુધી પંજાબ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ પદે રહ્યા.

મોહાલી સ્ટેડિયમમાં નામ અમર
ક્રિકેટ પ્રશાસન માટેના તેમના યોગદાન બદલ 2015માં મોહાલી સ્થિત PCA સ્ટેડિયમનું નામ IS બિંદ્રા સ્ટેડિયમ રાખવામાં આવ્યું હતું.

1987 વર્લ્ડ કપમાં મહત્વની ભૂમિકા
માનવામાં આવે છે કે IS બિંદ્રા અને પૂર્વ BCCI અધ્યક્ષ જગમોહન દાલમિયાએ 1987 વર્લ્ડ કપની યજમાની ભારતને અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

ક્રિકેટ જગત એક દિગ્ગજને વિદાય આપી રહ્યું છે.

[ruby_related total=5 layout=5]

Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly