Ajbgajb: તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે ભારતમાં આપણે નવા વર્ષની રાહ જોતા હોઈએ, ત્યારે દુનિયાના કોઈ ખૂણે તો ફટાકડા ફૂટી પણ ગયા હોય છે! જી હા, આખી દુનિયામાં નવું વર્ષ એકસાથે નથી ઉજવાતું.
શું તમે જાણો છો કે પૃથ્વી પર એવો કયો દેશ છે જે સૌથી પહેલા ‘હેપ્પી ન્યૂ યર’ કહે છે? એ દેશનું નામ છે ‘કિરિબાતી’ (Kiribati)! અહીં જ્યારે નવું વર્ષ શરૂ થાય છે, ત્યારે ભારતમાં તો હજુ 31 ડિસેમ્બરની બપોર થવા આવી હોય છે. એટલે કે આપણાથી કલાકો પહેલા આ દેશ 2026 માં પ્રવેશ કરી લે છે!
પણ ઉભા રહો… સિક્કાની બીજી બાજુ પણ છે!
જ્યારે આખી દુનિયા નવા વર્ષના જશ્નમાં ડૂબેલી હોય, ત્યારે દુનિયામાં બે એવી જગ્યાઓ છે જે સૌથી છેલ્લે 2026 ને આવકારે છે. એ છે અમેરિકન સમોઆ (American Samoa) અને હાઉલેન્ડ આઇલેન્ડ. જ્યારે અહીં નવું વર્ષ શરૂ થાય છે, ત્યારે તો બાકીની દુનિયા 1 જાન્યુઆરીની અડધી મજા માણી ચૂકી હોય છે!
છે ને રસપ્રદ? ટાઈમ ઝોનની આ રમત ખરેખર અદભૂત છે!
શું તમે પણ રાત્રે 12 વાગવાની રાહ જોઈ રહ્યા છો? પણ શું તમે જાણો છો કે જ્યારે ભારતમાં આપણે હજુ 31 ડિસેમ્બરની બપોરની ચા પીતા હોઈશું, ત્યારે દુનિયાના એક ખૂણે તો2026 નું વર્ષ બેસી પણ ગયું હશે! જી હા, આખી દુનિયા એકસાથે નવું વર્ષ નથી મનાવતી.
સૌથી પહેલો ધમાકો ક્યાં?
ઘણાને લાગે છે કે ઓસ્ટ્રેલિયા સૌથી પહેલા નવું વર્ષ ઉજવે છે, પણ તમે ખોટા છો! દુનિયામાં સૌથી પહેલા 2026 નું સ્વાગત કિરિબાતી (Kiribati) દેશમાં થાય છે. ભારતીય સમય મુજબ બપોરે 3 :3૦ વાગ્યે તો ત્યાં ફટાકડા ફૂટી જાય છે. આ દેશ આખી દુનિયાથી સમયમાં સૌથી આગળ ચાલે છે.

સમયની આ અનોખી સફર જુઓ (ભારતીય સમય મુજબ):
- સાંજે 4 :3૦: ન્યુઝીલેન્ડમાં વર્ષ ૨૦૨૬ દસ્તક દેશે.
- સાંજે 6 :3૦: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ભવ્ય આતશબાજી શરૂ થશે.
- રાત્રે 8 :3૦: જાપાન અને 9 :3૦ વાગ્યે ચીન નવા વર્ષને વધાવશે.
- અને અંતે રાત્રે 12 વાગ્યે આપણે ભારતીયો જશ્નમાં ડૂબીશું.
પણ સૌથી છેલ્લે કોણ? જ્યારે આખી દુનિયા 1 જાન્યુઆરીની ઊંઘ માણતી હશે, ત્યારે અમેરિકાના હાઉલેન્ડ અને બેકર આઇલેન્ડ પર સૌથી છેલ્લે નવું વર્ષ આવશે. માનવ વસવાટની વાત કરીએ તો અમેરિકન સમોઆ એ છેલ્લી જગ્યા છે જ્યાં 2026 સૌથી મોડું પહોંચશે.