New Year Celebration: વર્ષ 2026 ના આગમનનો થનગનાટ શરૂ થઈ ચૂક્યો છે. 31 ડિસેમ્બરની રાત એટલે મ્યુઝિક, ડાન્સ અને પાર્ટીઓનો ધમધમાટ! આ જશ્નમાં જે એક વસ્તુની સૌથી વધુ બોલબાલા હોય છે, તે છે ‘શરાબ’. દેશભરમાં આયોજિત ભવ્ય પાર્ટીઓમાં દારૂની માંગ એટલી વધી જાય છે કે તેના આંકડા જાણીને પલભર માટે કોઈ પણ દંગ રહી જાય. માત્ર એક જ રાતમાં કરોડો રૂપિયાનો દારૂ લોકો ગટગટાવી જાય છે અને સરકારની તિજોરીમાં નોટોનો વરસાદ થાય છે.
નવું વર્ષ એટલે જશ્ન, સંગીત અને પાર્ટી! પણ શું તમે જાણો છો કે આ જશ્નની એક રાતમાં લોકો કેટલા કરોડ રૂપિયા ગટગટાવી જાય છે? જ્યારે આખું વિશ્વ નવા વર્ષને આવકારવા ફટાકડા ફોડી રહ્યું હોય છે, ત્યારે ભારતના એક રાજ્યમાં તો નોટોનો વરસાદ થતો હોય છે.
જી હા, નવા વર્ષની માત્ર એક જ રાતમાં સેંકડો કરોડની કમાણી કરીને આ રાજ્યએ દારૂના વેચાણના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. પબ હોય કે પાર્ટી, શરાબની એવી ડિમાન્ડ વધી કે આંકડો સાંભળીને તમે પણ દંગ રહી જશો! તો ચાલો જાણીએ, કયું છે એ રાજ્ય જેણે નવા વર્ષ પર દારૂ વેચવામાં આખા દેશમાં મોખરે રહીને એક નવો ઈતિહાસ રચી દીધો છે.
જશ્નનો માહોલ અને છલકાતો જામ
વર્ષ 2026 ના આગમનનો થનગનાટ શરૂ થઈ ચૂક્યો છે. 31 ડિસેમ્બરની રાત એટલે મ્યુઝિક, ડાન્સ અને પાર્ટીઓનો ધમધમાટ! આ જશ્નમાં જે એક વસ્તુની સૌથી વધુ બોલબાલા હોય છે, તે છે ‘શરાબ’. દેશભરમાં આયોજિત ભવ્ય પાર્ટીઓમાં દારૂની માંગ એટલી વધી જાય છે કે તેના આંકડા જાણીને પલભર માટે કોઈ પણ દંગ રહી જાય. માત્ર એક જ રાતમાં કરોડો રૂપિયાનો દારૂ લોકો ગટગટાવી જાય છે અને સરકારની તિજોરીમાં નોટોનો વરસાદ થાય છે.

દક્ષિણ ભારતમાં ‘હાઈ ડિમાન્ડ’
જ્યારે દારૂના વેચાણની વાત આવે ત્યારે દક્ષિણ ભારતના રાજ્યો હંમેશા મોખરે રહે છે. કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં તો ભારે ડિમાન્ડ હોય જ છે, પરંતુ ગત વર્ષે જે રીતે તેલંગાણાએ આખા દેશનું ધ્યાન ખેંચ્યું તે અકલ્પનીય હતું. અહીં ન્યૂ યરના જશ્નનો નશો લોકોના માથા પર એવી રીતે ચઢ્યો કે કમાણીના તમામ જૂના રેકોર્ડ ધ્વસ્ત થઈ ગયા.
તેલંગાણાનો રેકોર્ડતોડ આંકડો
તમને જાણીને નવાઈ લાગશે કે તેલંગાણામાં સામાન્ય રીતે રોજના 100 કરોડના દારૂનું વેચાણ થાય છે, પણ ન્યૂ યર પર આ આંકડો સીધો 8 ગણો વધી ગયો હતો! ગત વર્ષે માત્ર 30 અને 31 ડિસેમ્બરના બે જ દિવસમાં હૈદરાબાદ અને આસપાસના વિસ્તારોમાં 800 કરોડ રૂપિયાથી વધુનો દારૂ વેચાયો હતો. બાર અને રેસ્ટોરન્ટ્સમાં એટલી ભીડ હતી કે માલ ખૂટી પડ્યો હતો, પણ લોકોનો જશ્ન અટક્યો નહોતો.
કર્ણાટક: પબ કેપિટલનો પાવરફુલ રેકોર્ડ
જ્યારે વાત પાર્ટીની હોય અને બેંગલુરુનું નામ ન આવે તે તો શક્ય જ નથી! કર્ણાટક, જે તેના પબ અને પાર્ટી કલ્ચર માટે જાણીતું છે, ત્યાં ગત વર્ષે દારૂના વેચાણે માજા મૂકી હતી. નવાઈની વાત એ છે કે માત્ર 31 ડિસેમ્બર જ નહીં, પણ 28 ડિસેમ્બરે જ એક દિવસમાં 409 કરોડની શરાબ વેચાઈ ગઈ હતી. ન્યૂ યરના જશ્ન દરમિયાન રાજ્યમાં 4.83 લાખ બોક્સ દારૂ અને 2.92 લાખ બીયરના ટીન ગટગટાવીને લોકોએ કુલ 308 કરોડનો આંકડો પાર કરી દીધો હતો.
આંધ્રપ્રદેશ અને દિલ્હીમાં જશ્નનો ગુલાલ
બીજી તરફ, આંધ્રપ્રદેશમાં પણ ગત વર્ષે દારૂના વેચાણમાં સીધો બમણો ઉછાળો જોવા મળ્યો હતો. નવા વર્ષના સ્વાગતમાં અંદાજે 3૦૦ કરોડની શરાબ વેચાઈ, જેમાં એકલા વિશાખાપટ્ટનમ (વાઈઝાગ) શહેરના લોકો જ એક રાતમાં 11 કરોડની દારૂ પી ગયા હતા. તો દેશની રાજધાની દિલ્હીમાં પણ પાર્ટીનો ખુમાર ઓછો નહોતો, ત્યાં હોટલ અને બારમાં 4૦૦ કરોડથી વધુનો કારોબાર થયો હતો, જ્યારે નોઈડામાં પણ બે દિવસમાં 16 કરોડની કમાણી નોંધાઈ હતી.
કેરળ: ક્રિસમસથી ન્યૂ યર સુધી સેલિબ્રેશન
ભગવાનના પોતાના દેશ ગણાતા કેરળમાં તો ક્રિસમસથી જ પાર્ટી શરૂ થઈ જાય છે. અહીં 24 -25 ડિસેમ્બરના રોજ 152 કરોડનો દારૂ વેચાયો હતો, જ્યારે ન્યૂ યરની રાત્રે 108 કરોડનો આંકડો નોંધાયો હતો. ખાસ કરીને કોચ્ચિના અમુક આઉટલેટ્સમાં તો એક જ દિવસમાં 92 લાખથી વધુનું વેચાણ થયું હતું. આ આંકડાઓ સાબિત કરે છે કે 2026 ના સ્વાગત માટે પણ દેશભરમાં તિજોરીઓ છલકાવવા માટે તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.