આ રાજ્યમાં નવું ફરમાન, નવી પરણેલી દુલ્હન હોય કે પછી બીજી મહિલા, ઇન્ટરનેટ વાળો ફોન નહીં ચલાવવાનો

Lok Patrika
By Lok Patrika

Panchayat Rule: સ્ત્રીઓની સ્વતંત્રતા પર તરાપ મારતું એક ફરમાન રાજસ્થાનના એક રૂઢિચુસ્ત ગામમાંથી બહાર પાડવામાં આવ્યું છે. જે ફરમાન મુજબ સ્ત્રી માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરવો ગુનો બતાવ્યો છે. આજના ટેકનોલોજીના   આ યુગમાં જ્યાં દુનિયા ડિજિટલ બની રહી છે ત્યારે અહીં પંચાયત કે સમાજ દ્વારા એક એવું ફરમાન જારી કરવામાં આવ્યું છે કે, નવપરિણીત દુલ્હન હોય કે કોઈ પણ પરિણીત મહિલા, તેમના માટે ઈન્ટરનેટ અને સ્માર્ટફોનનો ઉપયોગ કરવો એ ‘પાપ’ કે ‘ગુનો’ ગણવામાં આવશે.

શું છે આ વિવાદાસ્પદ કિસ્સો?
રાજસ્થાનના જાલોર જિલ્લામાંથી એક એવો નિર્ણય સામે આવ્યો છે, જેણે સમાજ, બંધારણ અને મહિલાઓના અધિકારોને લઈને એક નવી ચર્ચા છેડી દીધી છે. અહીં સામાજિક પંચાયતે મહિલાઓના સ્માર્ટફોન વપરાશને લઈને એવું ફરમાન જારી કર્યું છે, જેને ઘણા લોકો ‘તઘલખી’ અને મનસ્વી ગણાવી રહ્યા છે. આ ફરમાનમાં એવું કહેવામાં આવ્યું છે કે, ભલે તે નવપરિણીત દુલ્હન હોય કે અન્ય કોઈ મહિલા, દરેક વ્યક્તિએ ઈન્ટરનેટવાળા મોબાઈલથી દૂર રહેવું પડશે.”

જાલોર જિલ્લાના સુંધામાતા પટ્ટીના ચૌધરી સમાજની પંચાયતમાં લેવાયેલો આ નિર્ણય આજુબાજુના 15 ગામોની દીકરીઓ અને વહુઓને લાગુ પડશે. હવેથી 15 ગામોની દીકરીઓ અને વહુઓ કેમેરાવાળો સ્માર્ટફોન વાપરી શકશે નહીં. આ આદેશને 26 જાન્યુઆરીથી લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે.”

ફોન રહેશે ઘરમાં, પ્રસંગો બનશે મોબાઈલ-ફ્રી
વધુમાં આ નિર્ણય હેઠળ મહિલાઓને માત્ર જાહેર કાર્યક્રમો, લગ્ન-પ્રસંગો કે સામાજિક આયોજનોમાં જ મોબાઈલ લઈ જતા રોકવામાં આવી નથી, પરંતુ પાડોશીના ઘરે પણ સ્માર્ટફોન લઈ જવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. પંચાયતના જણાવ્યા અનુસાર, મહિલાઓ સ્માર્ટફોનને બદલે માત્ર કી-પેડ (બટનવાળા) મોબાઈલનો જ ઉપયોગ કરી શકશે, જેથી તેઓ માત્ર વાતચીત કરી શકે, પરંતુ ઇન્ટરનેટ કે કેમેરાનો ઉપયોગ ન કરી શકે.

અભ્યાસ માટે ઘરમાં જ મોબાઈલનો ઉપયોગ
જ્યારે અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને રાહત આપતા એવું કહેવામાં આવ્યું છે કે, જો ભણવા માટે મોબાઈલ જરૂરી હોય, તો તેઓ ઘરની અંદર જ મોબાઈલનો ઉપયોગ કરી શકે છે, પરંતુ ઘરની બહાર મોબાઈલ લઈ જવાની પરવાનગી આપવામાં આવશે નહીં.”

એટલે કે જોવા જઈએ તો, એક તરફ દેશ ‘ડિજિટલ ઈન્ડિયા’ અને ‘વુમન એમ્પાવરમેન્ટ’ની વાતો કરી રહ્યો છે, ત્યારે બીજી તરફ રાજસ્થાનના જાલોર જિલ્લામાંથી આવેલા આ રુઢિચુસ્ત નિર્ણયને લઈને સવાલ ઊભો થયો છે. પંચાયતનું માનવું છે કે આનાથી સામાજિક મર્યાદા જળવાશે, પરંતુ સવાલ એ ઉભો થાય છે કે શું આધુનિક યુગમાં સ્ત્રીઓને ટેકનોલોજીથી દૂર રાખવી એ ન્યાયી છે?

[ruby_related total=5 layout=5]

Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly