Paydm Purskaro: વર્ષ 2026ના પદ્મ પુરસ્કારોની જાહેરાત થઈ ગઈ છે અને આ વખતે ભારતીય સિનેમાના સિતારાઓનો દબદબો જોવા મળ્યો છે. મનોરંજન જગતની અનેક હસ્તીઓને દેશના પ્રતિષ્ઠિત સન્માનથી નવાજવામાં આવ્યા છે, જેમાં ધર્મેન્દ્ર, અલ્કા યાજ્ઞનિક અને મમૂટી જેવા દિગ્ગજોના નામ સામેલ છે.
પદ્મ પુરસ્કાર 2026: સિનેમાના માંધાતાઓનું સન્માન
ધર્મેન્દ્ર (મરણોપરાંત) -પદ્મ વિભૂષણ
બોલિવૂડના ‘હી-મેન’ તરીકે જાણીતા ધર્મેન્દ્રને મરણોપરાંત પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યો છે. ‘શોલે’ અને ‘ધરમવીર’ જેવી ફિલ્મો દ્વારા દાયકાઓ સુધી રાજ કરનાર ધર્મેન્દ્રના યોગદાનને સરકારે સર્વોચ્ચ સન્માન આપ્યું છે. આ સમાચાર સાંભળીને તેમના પત્ની હેમા માલિનીએ ભાવુક ટ્વીટ કરી ગર્વ વ્યક્ત કર્યો હતો.

અલ્કા યાજ્ઞનિક અને મમૂટી: પદ્મ ભૂષણ
નવું અને ૨૦૦૦ના દાયકાના સુમધુર અવાજની રાણી અલ્કા યાજ્ઞનિકને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવશે. હાલમાં તેઓ શ્રવણશક્તિની બીમારી સામે લડી રહ્યા છે, છતાં સંગીત ક્ષેત્રે તેમનું પ્રદાન અજોડ છે. બીજી તરફ, સાઉથના સુપરસ્ટાર મમૂટીને પણ તેમની ચાર દાયકાની શાનદાર ફિલ્મી સફર અને ૪૦૦થી વધુ ફિલ્મોમાં કરેલી ભૂમિકાઓ બદલ પદ્મ ભૂષણ આપવામાં આવ્યો છે.


આર. માધવન અને સતીશ શાહ પદ્મ શ્રી
પોતાના અભિનયથી દરેક વર્ગના લોકોના દિલ જીતનાર વર્સેટાઈલ એક્ટર આર. માધવનને પદ્મ શ્રી એનાયત થયો છે. તેની સાથે જ વર્ષો સુધી કોમેડી દ્વારા લોકોને હસાવનાર દિગ્ગજ અભિનેતા સતીશ શાહને પણ પદ્મ શ્રી સન્માનથી નવાજવામાં આવ્યા છે.

