ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૨ના મેગા ઓક્શનનો આજે પહેલો દિવસ છે. બેંગલુરૂ ખાતે હોટેલ આઈટીસી ગાર્ડેનિયામાં આજે ૧૬૧ ખેલાડીઓ માટે બોલીની શરૂઆત થઈ ગઈ છે. હરાજી દરમિયાન ઓક્શનર હ્યૂજ એડમીડ્સની તબિયત બગડી હતી અને તેઓ સ્ટેજ પરથી ઢળી પડ્યા હતા. ત્યાર બાદ બપોરના ૩ઃ૩૦ વાગ્યા સુધી ઓક્શન રોકી દેવામાં આવેલ અને ત્યાર બાદ પ્રો કબડ્ડી લીગના ડિરેક્ટર ચારૂ શર્મા જેઓ ભારતીય કોમેન્ટેટર પણ છે તેઓ કમાન સંભાળી લીધી.
આઈપીએલ-૨૦૨૨ની હરાજીમાં વેચાયેલા ખેલાડીઓઃ ઋદ્ધિમાન સાહા અને સૈમ બિલિંગ્સ અનસોલ્ડ રહ્યા
દિનેશ કાર્તિકઃ ૫.૫૦ કરોડ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
જૉની બેયરસ્ટોઃ ૬.૭૫ કરોડ, પંજાબ કિંગ્સ
ઈશાન કિશનઃ ૨ કરોડની બેઝ પ્રાઈસ સામે સ્ફોટક બેટ્સમેનને ૧૫.૨૫ કરોડમાં મુંબઈ ઈન્ડિયન્સે ખરીદ્યો. યુવરાજ સિંહ (૧૬ કરોડ) બાદ સૌથી મોંઘો સ્વદેશી ખેલાડી બન્યો ઈશાન.
અંબાતી રાયુડૂઃ ૬.૭૫ કરોડ, ચેન્નાઈ સુપર કિંગ્સ
મૈથ્યૂ વેડઃ અનસોલ્ડ
વિકેટકીપર બેટ્સમેન પર બોલીમાં જૉની બેયરસ્ટો, સૈમ બિલિંગ્સ, દિનેશ કાર્તિક, ઈશાન કિશન, નિકોલસ પૂરન, અંબાતી રાયુડૂ, ઋદ્ધિમાન સાહા, મૈથ્યૂ વેડ જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે.
મોહમ્મદ નબીઃ અનસોલ્ડ, બેઝ પ્રાઈસ ૧ કરોડ
મિચેલ માર્શઃ ૬. ૫૦ કરોડ, દિલ્હી કેપિટલ્સ
કૃણાલ પંડ્યાઃ ગુજરાત ટાઈટન્સની ૮ કરોડની બોલીની સામે લખનૌ સુપર જાયન્ટ્સે ૮.૨૫ કરોડમાં ઓલરાઉન્ડર કૃણાલ પાંડ્યાને ખરીદ્યો
વૉશિંગ્ટન સુંદરઃ ૮.૭૫ કરોડ, સનરાઈઝર્સ હૈદરાબાદ
વાનિંદુ હસારંગાઃ ૧૦.૭૫ કરોડ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
દીપક હુડ્ડાઃ હુડ્ડાને ૭૫ લાખની બેઝ પ્રાઈસની સામે લખનૌ સુપરજાયન્ટસે ૫.૭૫ કરોડમાં ખરીદ્યો
હર્ષલ પટેલઃ ગુજરાતી ખેલાડીને ખરીદવા ગુજરાતની ટીમે જ બોલી ન લગાવી. ૨ કરોડની બેઝ પ્રાઈસ સામે ૧૦.૭૫ કરોડમાં ખરીદાયો હર્ષલ, ફરી આરસીબી પાસે આવ્યો ઓલરાઉન્ડર
શાકિબ અલ હસનઃ કોઈ ખરીદાર ન મળ્યો
જેસન હોલ્ડરઃ હોલ્ડરને લખનૌ સુપર જાયન્ટસે ૮.૭૫ કરોડમાં ખરીદ્યો
નીતિશ રાણાઃ કેકેઆરના નીતિશ રાણાને ફરી કેકેઆરએ જ ૮ કરોડમાં ખરીદ્યો
ડ્વેન બ્રાવોઃ નટખટ ખેલાડી બ્રાવો ૨ કરોડની બેઝ પ્રાઈસની સામે ૪.૪૦ કરોડમાં ખરીદાયો, ઝ્રજીદ્ભ પાસે જ આવ્યો ઈન્ડિઝ ઓલરાઉન્ડર
સ્ટિવ સ્મીથઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટિવ સ્મીથને ૨ કરોડની બેઝ પ્રાઈસની સામે કોઈ ખરીદાર ન મળ્યા. પ્રથમ રાઉન્ડને અંતે અનસોલ્ડ રહ્યાં
સુરેશ રૈનાઃ ૨ કરોડની બેઝ પ્રાઈસમાં મિ. આઈપીએલને કોઈ ખરીદાર ન મળ્યો
દેવદત્ત પડિકલઃ ૨ કરોડની બેઝ પ્રાઈસની સામે પડિકલને રાજસ્થાન અને મુંબઈ વચ્ચે ભારે સ્પર્ધા બાદ ૭.૭૫ કરોડમાં રાજસ્થાન રોયલે ખરીદ્યો
ડેવિડ મિલર અનસોલ્ડ
જેસોન રોયઃ ગુજરાત ટાઈટન્સે ૨ કરોડની બેઝ પ્રાઈસમાં ખરીદ્યો
રૉબિન ઉથપ્પાઃ કોઈ ખરીદદાર ન મળ્યું, બેઝ પ્રાઈસ રૂ. ૨ કરોડમાં ઝ્રજીદ્ભએ રિટેન કર્યો
શિમરન હેટમાયરઃ ૮.૫ કરોડ, રાજસ્થાન રોયલ્સ
મનીષ પાંડેઃ ૪.૬૦ કરોડ, લખનૌ સુપર જાયન્ટ્સ
ડેવિડ વૉર્નરઃ ૬.૨૫ કરોડ, દિલ્હી કેપિટલ્સ
ક્વિંટન ડિ કૉકઃ ૬.૭૫ કરોડ, લખનૌ સુપર જાયન્ટ્સ
ફૈફ ડુપ્લેસીઃ ૭ કરોડ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર
મોહમ્મદ શામીઃ ૬.૨૫ કરોડ, ગુજરાત ટાઈટન્સ
શ્રેયસ અય્યરઃ ૧૨.૨૫ કરોડ, કોલકાતા નાઈટ રાઈડર્સ
ટ્રેંટ બોલ્ટઃ ૮ કરોડ, રાજસ્થાન રોયલ્સ
કગિસો રબાડાઃ ૯.૨૫ કરોડ, પંજાબ કિંગ્સ
પૈટ કમિંસઃ ૭.૨૫ કરોડ, કોલકાતા નાઈટ રાઈડર્સ
રવિચંદ્રન અશ્વિનઃ ૫ કરોડ, રાજસ્થાન રોયલ્સ
શિખર ધવનઃ ૮.૨૫ કરોડ, પંજાબ કિંગ્સ
શિખર ધવન માટે સૌથી પહેલી બોલી બોલાઈ હતી જેની બેઝ પ્રાઈસ ૨ કરોડ રૂપિયા છે. સૌથી પહેલા દિલ્હી કેપિટલ્સે શિખર માટે બોલી લગાવી હતી. ત્યાર બાદ રાજસ્થાન રોયલ્સે શરૂઆત કરી. દિલ્હી અને રાજસ્થાન વચ્ચે શિખર ધવન માટે લાંબી રેસ ચાલી. પંજાબ કિંગ્સે શિખર ધવનને ૮.૨૫ કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે. પહેલા દિવસની હરાજીમાં ૧૦ માર્કી પ્લેયર્સ પર ખાસ નજર રહેશે. તેમાં ભારતના ૪ અને ૬ વિદેશી ખેલાડીઓ સામેલ છે.
ઓવરઓલ ૬૦૦ ખેલાડીઓ આ વખતે મેગા ઓક્શનમાં ઉતરશે. જે ૬૦૦ ખેલાડીઓની બોલી બોલાવાની છે તેમાં ૨૨૮ કૈપ્ડ અને ૩૫૫ અનકૈપ્ડ પ્લેયર્સ છે. તે સિવાય ૭ ખેલાડીઓ અસોસિએટ દેશોના પણ છે. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી, અધિકારી રાજીવ શુક્લા સહિતના બીસીસીઆઈ સાથે સંકળાયેલા અન્ય લોકો ઓક્શન સ્થળે પહોંચી ગયા છે. તમામ ટીમના કોચ અને અન્ય સ્ટાફ પણ ઓક્શન ટેબલ પર છે. આ સાથે જ અનેક લોકો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પણ જાેડાયેલા છે.
પંજાબ કિંગ્સની માલિકણ અને બોલિવુડ અભિનેત્રી પ્રીતિ ઝિંટા આ વખતે મેગા ઓક્શનમાં સામેલ નહીં થઈ શકે. તેણે ખોળામાં બેબી સાથેનો ફોટો શેર કર્યો છે અને તે ઘરેથી જ ઓક્શન નિહાળશે. મેગા ઓક્શન પહેલા લિસ્ટમાં ૧૦ ખેલાડીઓના નામ જાેડવામાં આવ્યા છે. તેમાં મોટા ભાગના અંડર-૧૯ ટીમના ખેલાડીઓ છે. હરાજીના અંતમાં પ્રત્યેક ટીમમાં ન્યૂનતમ ૧૮ ખેલાડીઓ અને મહત્તમ ૨૫ ખેલાડીઓ હોઈ શકે છે.
આ માટે તેમણે પોતાના કુલ ૯૦ કરોડ રૂપિયામાંથી (આશરે ૧૨ મિલિયન અમેરિકી ડોલર) ઓછામાં ઓછા ૬૭.૫ કરોડ રૂપિયા (આશરે ૯ મિલિયન અમેરિકી ડોલર) ખર્ચ કરવા પડશે. પ્રત્યેક ટીમમાં મહત્તમ ૮ વિદેશી ખેલાડી હોઈ શકે છે. ૨૦૨૨ના ઓક્શનમાં આરટીએમ કાર્ડનો વિકલ્પ નહીં આવે કારણ કે, તે બે નવી ટીમો ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ માટે અનુચિત ગણાશે. તેઓ પહેલી વખત આઈપીએલમાં સામેલ થઈ રહ્યા છે.