ટીમ ઇન્ડિયાનો વિજયી રથ અવિરત, ડચ ટીમ ધૂળ ચાટતી થઈ

Lok Patrika
By Lok Patrika

T 20 WC: અમદાવાદના મેદાનમાં ગૂંજયો ભારતનો જયઘોષ! શિવમ દુબેના તોફાની ઓલરાઉન્ડ પ્રદર્શન અને વરુણ ચક્રવર્તીની ફિરકીના જાદુએ નેધરલેન્ડ્સને હંફાવીને ભારતને T20 વર્લ્ડ કપમાં સતત ૧૨મો વિજય અપાવ્યો છે.”


અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી T20 વર્લ્ડ કપ 2026ની ગ્રુપ સ્ટેજની અંતિમ મેચમાં ભારતનો દબદબો જોવા મળ્યો હતો. કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જોકે ભારતની શરૂઆત સારી રહી નહોતી. અભિષેક શર્મા શૂન્ય રને આઉટ થયા બાદ ઈશાન કિશન પણ સસ્તામાં પેવેલિયન ભેગો થયો હતો. એક સમયે ભારત 69 રને 3 વિકેટ ગુમાવી સંઘર્ષ કરી રહ્યું હતું, ત્યારે શિવમ દુબેએ મોરચો સંભાળ્યો હતો.

દુબેએ માત્ર 31 બોલમાં 4 ચોગ્ગા અને 6 ગગનચુંબી છગ્ગાની મદદથી આક્રમક 66 રન ફટકાર્યા હતા. તેની આ ઈનિંગના કારણે ભારત નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 193 રનનો વિશાળ સ્કોર બનાવી શક્યું હતું. અન્ય બેટ્સમેનોમાં સૂર્યકુમાર યાદવે 34, તિલક વર્માએ 31 અને હાર્દિક પંડ્યાએ 30 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. નેધરલેન્ડ્સ તરફથી લોગન વાન બીકે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.

94 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ડચ ટીમ ભારતીય બોલરો સામે લાચાર દેખાઈ હતી. વરુણ ચક્રવર્તીએ શાનદાર સ્પેલ નાખતા માત્ર 14 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. બેટિંગમાં કમાલ કર્યા બાદ શિવમ દુબેએ બોલિંગમાં પણ પોતાની ધાક જમાવી 2 વિકેટ મેળવી હતી. જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાએ પણ શિસ્તબદ્ધ બોલિંગ કરતા 1-1 વિકેટ લીધી હતી. નેધરલેન્ડ્સ તરફથી બાસ ડી લીડેએ સૌથી વધુ 33 રન બનાવ્યા હતા, પરંતુ તે ટીમને જીત અપાવવા માટે પૂરતા નહોતા. આખરે નેધરલેન્ડ્સ 176 રન જ બનાવી શકી અને ભારત 17 રનથી વિજયી બન્યું. આ જીત સાથે ટીમ ઇન્ડિયાએ અજેય રહીને સુપર-8માં પ્રવેશી ઈતિહાસ રચી દીધો છે.

[ruby_related total=5 layout=5]

Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly