U-19 વર્લ્ડ કપમાં ભારતનો વિજયધ્વજ: PM મોદીએ કહ્યું- ‘ક્રિકેટની પ્રતિભા ચમકી ઉઠી’

Lok Patrika
By Lok Patrika

Team India Under 19:  ટીમ ઈન્ડિયાએ અંડર-19 વર્લ્ડ કપ ફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવી ઈતિહાસ રચ્યો છે. વડાપ્રધાન મોદીએ આ ઐતિહાસિક જીત બદલ યુવા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે. સમગ્ર દેશ હાલ આ વિજયના ઉત્સાહમાં ડૂબેલો છે.


વડાપ્રધાન મોદી અને નેતાઓએ વધાવ્યો ઉત્સાહ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ખેલાડીઓની ક્ષમતાના વખાણ કર્યા છે. તેમણે જણાવ્યું કે ભારતની ક્રિકેટ પ્રતિભા ફરી એકવાર વિશ્વ સ્તરે ચમકી છે. આ જીત માત્ર એક ટ્રોફી નથી, પરંતુ કરોડો યુવા ખેલાડીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત છે. ટીમ ઈન્ડિયાએ સમગ્ર ટૂર્નામેન્ટમાં અસાધારણ કૌશલ્યનું પ્રદર્શન કર્યું છે.

વૈભવ સૂર્યવંશીનું તોફાની પ્રદર્શન
ફાઈનલ મેચમાં ભારતનો દબદબો જોવા મળ્યો હતો. ભારતે ઈંગ્લેન્ડને પૂરા 100 રનથી હરાવીને ટાઈટલ પોતાના નામે કર્યું. આ મેચમાં યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ માત્ર રન જ નહીં, પણ ઈંગ્લેન્ડના બોલરોનાના છક્કા છોડાવી દીધા હતા. તેણે 175 રનની શાનદાર ઈનિંગ રમીને ભારતની જીત નિશ્ચિત કરી દીધી હતી.

છઠ્ઠીવાર ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ
ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ ટીમને બિરદાવી છે. ભારતે છઠ્ઠી વખત અંડર-19 વર્લ્ડ કપ જીતીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. અમિત શાહે આ જીતને ઐતિહાસિક ગણાવી છે.

રાજનાથ સિંહે કહ્યું કે આ જીત નવા ભારતના સાહસ અને દૃઢ સંકલ્પનું પ્રતીક છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ ટીમના સંયમ અને નિડરતાની પ્રશંસા કરી તેને ગૌરવપૂર્ણ સિદ્ધિ ગણાવી છે.

[ruby_related total=5 layout=5]

Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly