Perfume Day: દર વર્ષે 17 ફેબ્રુઆરીએ ‘પરફ્યુમ ડે’ ઉજવાય છે. આપણે સામાન્ય રીતે હજારોમાં પરફ્યુમ ખરીદતા હોઈએ છીએ, પરંતુ દુનિયામાં એવા પણ પરફ્યુમ છે જેની એક બોટલની કિંમત કરોડોમાં છે. આવો જાણીએ વિગતે અહેવાલ.
કરોડોની કિંમતના પરફ્યુમ
દુનિયાનું સૌથી મોંઘું પરફ્યુમ ‘શુમુખ’ (Shumukh) છે. દુબઈમાં લોન્ચ થયેલા આ પરફ્યુમની કિંમત અંદાજે 11.7 કરોડ રૂપિયા છે. તેની 3 લિટરની બોટલને 3,500 થી વધુ હીરા, મોતી, સોના અને ચાંદીથી સજાવવામાં આવી છે. તેમાં ચંદન, કસ્તુરી અને તુર્કી ગુલાબની સુગંધ છે. તેની કિંમત મોંઘા

ઝવેરાતને કારણે આટલી વધારે છે

બીજા નંબરે ‘DKNY ગોલ્ડન ડિલિશિયસ’ આવે છે. વર્ષ 2011માં લોન્ચ થયેલા આ પરફ્યુમની કિંમત અંદાજે 9 કરોડ રૂપિયા હતી. તેની સફરજન આકારની બોટલ પર 3,000 કિંમતી પથ્થરો જડવામાં આવ્યા હતા.


ત્યારબાદ ‘ક્લાઇવ ક્રિશ્ચિયન નંબર 1 ઇમ્પિરિયલ મેજેસ્ટી’નું નામ આવે છે. તેની માત્ર 10 બોટલ જ બનાવવામાં આવી હતી. જેની કિંમત આશરે 1.9 કરોડ રૂપિયા છે. આ બોટલ 18 કેરેટ સોના અને હીરાથી બનેલી છે.
શા માટે આટલા મોંઘા હોય છે?
આ પરફ્યુમ મોંઘા હોવાનું મુખ્ય કારણ તેની બોટલ છે. તેમાં હીરા, પ્લેટિનમ અને સોનાનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત, તેમાં વપરાતા કુદરતી તેલ અને સ્પેશિયલ ગુલાબના અર્ક ખૂબ જ દુર્લભ હોય છે. મર્યાદિત સંખ્યામાં ઉત્પાદન થવાને કારણે તેની કિંમત આસમાને પહોંચે છે.

ભારતમાં પરફ્યુમ માર્કેટ
ભારતમાં પરફ્યુમનો વ્યવસાય ઝડપથી વધી રહ્યો છે. હાલમાં ભારતનું પરફ્યુમ માર્કેટ 12 હજાર કરોડ રૂપિયાનું છે. એવી ધારણા છે કે વર્ષ 2030 સુધીમાં તે વધીને 36 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. હવે દુનિયાના લક્ઝરી બ્રાન્ડ્સ પણ ભારતમાં પોતાનો બિઝનેસ વધારી રહ્યા છે.