દિનેશ સાધુ (રાધનપુર )
રાધનપુર વારાહી રોડ ઉપર હોનેષ્ટ હોટલ સામે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. બાઇક ચાલકને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા હિટ એન્ડ રનની ઘટના સર્જાણી હતી. આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વારાહી રોડ ઉપર બાઇક ચાલકને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નાની પીપળી ગામના યુવાનનું મોત નીપજયું હતું. બાઇક ચાલકને ટક્કર મારીને અજાણ્યો વાહન ચાલક ફરાર થયો હતો. રાધનપુર વારાહી હાઈવે નેશનલ નંબર 27 ઉપર ઓનેસ્ટ હોટલની સામે આ ઘટના બનતા લોકોના ટોળાં ઉમટ્યા હતા, આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, તેમજ ફરાર વાહનચાલકની શોધખોળ હાથ ધરી હતી.