તમારા ઘરના મંદિરમાં ‘રામ દરબાર’ છે? જો નથી તો આજે જ સજાવો, એક તસવીરથી થાય છે અકલ્પનીય લાભ!

Desk Editor
By Desk Editor
Share this Article

Astrology News: સમગ્ર દેશ હાલ ભગવાન શ્રીરામની ભક્તિમાં ડૂબેલો છે. જે ઘડીની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે આખરે ઢૂંકડી છે. 22 જાન્યુઆરીએ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં રામલલા બિરાજમાન થઈ જશે. રામાયણ કથામાં કહેવાયું છે કે ભગવાન રામનું જીવન ધર્મ, સત્ય, પ્રેમ, કરુણા, મર્યાદા અને સદાચાર માટે સંપૂર્ણ રીતે સમર્પિત રહ્યું.

હિંદુ ધર્મમાં રામાયણનું વિશેષ મહત્વ

ભગવાન રામના જીવન પર આધારિત રામાયણ ગ્રંથનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. રામાયણ આપણને પણ ભગવાન રામની જેમ એક આદર્શ જીવન જીવવા માટે પ્રેરણા પૂરી પાડે છે. આથી ઘરમાં રામાયણનો પાઠ કરવો એ ખુબ કલ્યાણકારી માનવામાં આવે છે. રામાયણનો પાઠ કરવાની સાથે-સાથે ઘરના મંદિરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનો દરબાર લગાવવાનું પણ વિશેષ મહત્વ ગણવામાં આવે છે. ઘરમાં કેમ રામદરબાર રાખવો જોઈએ તેનું કારણ ખાસ જાણવું જરૂરી છે.

કેવી રીતે સજાવવો રામ દરબાર?

ભગવાન રામના દરબારમાં મુખ્ય ભગવાન શ્રીરામ હોય છે. ભગવાન રામની સાથે તેમના પત્ની માતા સીતા, નાના ભાઈ લક્ષ્મણ, અને પ્રણામની મુદ્રામાં શ્રીરામની સન્મુખ માથું ઝૂકાવીને બેઠેલા ભગવાન બજરંગબલી પણ હોય છે. આ પ્રકારની તસવીર મંદિરમાં લગાવવી જોઇએ.

મંદિરમાં રહેલા રામ દરબારનું મહત્વ

ભારતની ગતિ… વૈશ્વિક રેટિંગ એજન્સી ફિચે ભારતીય અર્થવ્યવસ્થા પર વ્યક્ત કર્યો વિશ્વાસ, કહ્યું- ‘ભારતનો વિકાસ વિશ્વમાં સૌથી ઝડપી થશે’

Adani Shares: અદાણીના શેરો પર ‘મોટા ખેલાડીઓ’નો ભરોસો અકબંધ, આ શેરોના ભાવ ઘટાડા બાદ કરે રોકાણ, પછી ફાયદો જ ફાયદો!

Gold-Silver Rate: સોના-ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો, આંતરરાષ્ટ્રીય બજારમાં પણ નરમાઈ, જાણો ગુજરાતમાં કેટલો ભાવ છે?

ધાર્મિક માન્યતા મુજબ ઘરમાં રામ દરબારની સ્થાપના કરવાનું વિશેષ મહત્વ રહેલું છે. એવું કહેવાય છે કે જે ઘરના મંદિરમાં રામ દરબાર હોય ત્યાં નકારાત્મક શક્તિઓ ટકી શકતી નથી. ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. ઘરમાં રોજ રામ દરબારની પૂજા કરવાથી ઘરના સભ્યોમાં પ્રેમ અને સદભાવની ભાવના જળવાઈ રહે છે.


Share this Article