અમદાવાદમાં નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ એલ જી જનરલ હોસ્પિટલમાં ઓર્થોપેડીક વિભાગમાં બાળકો માટે વાંકા ચૂકા પગ – ક્લબ ફૂટ સીટીઈવીની સારવાર માટે ક્યોર ઈંડિયા ક્લબ ફૂટ ક્લિનિકની શરૂઆત કરવામાં આવી. ઓર્થોપેડીક વિભાગના હેડ ડૉ. ભાવિક દલાલ સર અને સુપ્રિટેન્ડેન્ટ મેડમ ડૉ લીના ડાભીના માધ્યમથી રીબીન કાપવામાં આવી હતી. માનનીય ડીન મેડમ ડૉ દીપ્તિ શાહની પ્રેરણાથી આ શુભ કાર્યને સફળતા મળી.
ક્યોર ઈન્ડિયા ગુજરાત રાજ્યના સ્ટેટ પ્રોગ્રામ કોર્ડીનેટર સેસીલ ઈસાઈએ હોસ્પિટલનાં સુપરિટેન્ડેન્ટ , ઓર્થોપેડીકના હેડ અને તમામ ઓર્થોપેડીક ડોક્ટરોનું શબ્દો અને પુષ્પો આપી સ્વાગત કર્યું હતું. ક્યોર ઈન્ડિયા એક NGO સંસ્થા છે જે ગુજરાત સરકારના સાથ અને સહકારથી ક્લબ ફૂટની સારવાર માટે ગુજરાત રાજ્યમાં ૩૨ જગ્યાઓમાં ૨૭ જિલ્લાઓમાં ખૂબ સરસ કાર્યરત છે.
મોટા સમાચાર: SBIમાં 6000થી વધુ જગ્યાઓ માટે ભરતી, સ્નાતકો ફટાફટ કરો અરજી, દરેક રાજ્યમાં ખુશીનો માહોલ
હાલમાં સમગ્ર ગુજરાતમાં આ સંસ્થા કામ કરી રહી છે. બાળકો માટે નિશુલ્ક સારવાર પ્લાસ્ટર અને સોફ્ટ રોલ ,સી.ટી.ઈ.વી.બ્રેસ સાથે રજીસ્ટ્રેશન અને પૂર્ણ ફોલોઅપ સંસ્થા દ્વારા કરવામા આવે છે. દરેક ક્લિનિક પર ક્યોર ઈન્ડિયાનો સ્ટાફ મૂકવામાં આવે છે અને એ બાળકની સંપૂર્ણ માહીતી રાખે છે. એલ જી હોસ્પિટલ માં નાના બાળકોના લાભાર્થે ક્લબ ફૂટની સારવાર માટે જે સરાહનીય પગલાં લેવામાં આવ્યા છે તે બધી હોસ્પિટલ માટે ઉદાહરણ પુરુ પાડે છે.