શાહરૂખ ખાનનો એક ડાયલોગ છે કે પ્રેમ એક જ વાર થાય છે અને લગ્ન એક જ વાર થાય છે, પરંતુ આ કહેવતને ખોટી સાબિત કરનાર એક વ્યક્તિ છે જેણે પોતાના જીવનમાં એક નહીં, બે નહીં પરંતુ પાંચ લગ્ન કર્યા છે. હાલમાં આ સ્ટોરી ચારે તરફ વાયરલ થઈ રહી છે. પાકિસ્તાનના રહેવાસી 56 વર્ષીય વ્યક્તિએ પાંચ વખત પોતાનું ઘર વસાવ્યું. આ માણસને દસ પુત્રીઓ પણ છે, જેમાંથી ઘણી પરિણીત છે અને પૌત્રો છે. કુલ પરિવારમાં 40 પૌત્રો સહિત કુલ 62 સભ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે આ આખો પરિવાર પણ સાથે ખુશીથી રહે છે.
એક યુટ્યુબ ચેનલે આ સ્ટોરીને લોકો સુધી પહોંચાડી છે. તાજેતરમાં આ વ્યક્તિએ પાંચમી વખત લગ્ન કર્યા છે. જ્યારે વ્યક્તિને પૂછવામાં આવ્યું કે તેણે આટલા બધા લગ્ન કેમ કર્યા તો તેણે તેની પાછળ એકલતા હોવાનું જણાવ્યું. તેની ચાર પત્નીઓ હવે આ દુનિયામાં નથી અને 56 વર્ષની ઉંમરે તે ખૂબ જ એકલતા અનુભવે છે. આ વ્યક્તિનું નામ શૌકત જણાવવામાં આવી રહ્યું છે.
શૌકતનું કહેવું છે કે તે 11 બાળકોનો પિતા છે અને પોતાના જીવનથી ઘણો ખુશ છે. શૌકત કહે છે કે તેમની બે અપરિણીત પુત્રીઓએ પાંચમી અને છેલ્લી વખત લગ્ન કરવાનો આગ્રહ કર્યો હતો. શૌકતના 11 બાળકોમાંથી 9 બાળકોના લગ્ન થઈ ગયા છે, બાકીની બે દીકરીઓના લગ્ન થવાના બાકી છે. તેમના પરિવારમાં 40 પૌત્રો, 11 બાળકો, પુત્રવધૂ, જમાઈ અને કુલ 62 સભ્યો છે. આ સ્ટોરી સામે આવ્યા બાદ તેની ચર્ચા થવા લાગી હતી. શૌકત અને તેના પરિવારની સ્ટોરી આ સમયે સોશિયલ મીડિયા પર ઘણી શેર કરવામાં આવી રહી છે.