ફિલ્મોમાં કહેવાય છે કે પ્રેમને કોઈ સરહદો નથી નડતી. પ્રેમની કોઈ સીમા હોતી નથી. આવી જ એક લવ સ્ટોરી પાકિસ્તાનમાંથી સામે આવી છે. રશિયાની એક છોકરીને પાકિસ્તાનના એક છોકરા સાથે પ્રેમ થઈ ગયો હતો. પ્રેમ એટલો ઊંડો હતો કે યુવતી 4000 કિલોમીટર દૂરથી પાકિસ્તાન આવી ગઈ. પ્રેમ ખાતર તેણે ઈસ્લામ પણ અપનાવ્યો અને પછી લગ્ન કરી લીધા. આ લવ સ્ટોરી આજકાલ ઈન્ટરનેટ પર ખૂબ ચર્ચાઈ રહી છે.
યુવતી રશિયાની છે અને તેનું નામ પોલિના છે. તેનો ભાગીદાર મોહમ્મદ અલી ગુજરાંવાલા (પાકિસ્તાન)નો રહેવાસી છે. આ કપલે લેટ્સ ગો યુટ્યુબ ચેનલ પર તેમના પ્રેમ, પ્રથમ મુલાકાત, શોખ વિશે ખુલીને વાત કરી હતી. પોલિના અને મુહમ્મદ અલી ઓનલાઈન મળ્યા હતા. મુહમ્મદ અલીએ જણાવ્યું કે, જ્યારે તે વિદેશ ગયો હતો ત્યારે તે પોલિનાને પહેલીવાર મળ્યો હતો. બંનેમાં ઘણી બાબતો સામ્ય છે. બંને ફરવાના શોખીન છે અને બંનેને નવી સંસ્કૃતિ જાણવાનું અને નવું ફૂડ ટ્રાય કરવાનું પસંદ છે.
રશિયન યુવતીએ ઈસ્લામ અંગીકાર કર્યો. નોંધનીય છે કે પોલિનાએ મોહમ્મદ અલી સાથે લગ્ન કરવા માટે ઈસ્લામ અપનાવ્યો હતો. જો કે લગ્ન પહેલા તે સંપૂર્ણ નાસ્તિક હતી. પરંતુ તેણે લગ્ન માટે ઉર્દૂ પણ શીખી હતી અને હવે લગ્ન કર્યા બાદ તે પાકિસ્તાનમાં રહે છે. પોતાના નવા જીવન વિશે પોલિનાએ જણાવ્યું કે તે પાકિસ્તાની દેશી ફૂડની ખૂબ જ શોખીન થઈ ગઈ છે તેને પરાઠા ખૂબ જ પસંદ છે.