એક સાઉદી વ્યક્તિએ દાવો કર્યો છે કે તેણે વ્યક્તિગત સુખ નહીં પણ સ્થિરતા અને માનસિક શાંતિ મેળવવાના હેતુથી 53 વખત લગ્ન કર્યા છે. 63 વર્ષીય અબુ અબ્દુલ્લાને “સદીનો બહુપત્નીત્વવાદી” કહેવામાં આવે છે. અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે, “મેં 53 મહિલાઓ સાથે લગ્ન કર્યા. જ્યારે મેં પ્રથમ લગ્ન કર્યા ત્યારે હું 20 વર્ષનો હતો અને તે મારા કરતા છ વર્ષ મોટી હતી.” “જ્યારે મેં પ્રથમ વખત લગ્ન કર્યાં, ત્યારે મેં એક કરતાં વધુ મહિલાઓ સાથે લગ્ન કરવાની યોજના નહોતી કરી કારણ કે મને આરામદાયક લાગતું હતું અને મારા બાળકો હતા.
જો કે, થોડા વર્ષો પછી સંબંધોમાં સમસ્યાઓ આવી અને અબ્દુલ્લાએ 23 વર્ષની ઉંમરે ફરીથી લગ્ન કરવાનું નક્કી કર્યું. તેણે તેની પહેલી પત્નીને તેના નિર્ણયની જાણ કરી. જ્યારે તેની પ્રથમ અને બીજી પત્ની વચ્ચે વિવાદ થયો ત્યારે અબ્દુલ્લાએ ત્રીજી અને ચોથી વખત લગ્ન કરવાનું નક્કી કર્યું. બાદમાં તેણે તેની પ્રથમ બે પત્નીઓને છૂટાછેડા આપી દીધા. અબ્દુલ્લાએ કહ્યું કે તેના ઘણા લગ્નોનું સરળ કારણ એક એવી સ્ત્રીની શોધ હતી જે તેને ખુશ કરી શકે. તેમના મતે તેણે તેની બધી પત્નીઓ સાથે ન્યાયી બનવાનો પ્રયાસ કર્યો.
તેણે કહ્યું કે સૌથી ટૂંકા લગ્ન માત્ર એક રાત ચાલ્યા. અબ્દુલ્લાએ મોટાભાગે સાઉદી મહિલાઓ સાથે લગ્ન કર્યા. તેણે પોતાની વિદેશી બિઝનેસ ટ્રિપ્સ દરમિયાન વિદેશી મહિલાઓ સાથે લગ્ન કર્યાનું કબૂલ્યું છે. અબ્દુલ્લા કહે છે, “દુનિયાનો દરેક પુરૂષ ઈચ્છે છે કે એક સ્ત્રી હોય અને તે હંમેશા તેની સાથે રહે. સ્થિરતા કોઈ યુવતી સાથે નહીં, પરંતુ વૃદ્ધ મહિલા પાસે હોય છે.” તેણે હવે એક મહિલા સાથે લગ્ન કરી લીધા છે અને ફરીથી લગ્ન કરવાની તેની કોઈ યોજના નથી.