Sky Cruise: યમનના એન્જિનિયરે બનાવી વાદળોની વચ્ચે ‘ફ્લાઈંગ હોટેલ’, જીમથી લઈને સ્વિમિંગ પૂલ સુધીની તમામ સુવિધાઓ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

અરે… રે હોટલ તો કદી ઉંચે આસમાને જોઈ હશે… જો આપણે હોટલોની વાત કરીએ તો દુનિયાની અનેક આલીશાન અને લક્ઝ્યુરિયસ હોટેલોના નામ સામે આવે છે. કેટલાક ખૂબ જ અનોખા પણ હોય છે. જેમ કે, સ્વિટ્ઝર્લેન્ડમાં પહાડોની ગોદમાં ‘એશર ક્લિફ’ બનાવવામાં આવી છે, જ્યાં એક અલગ જ રોમાંચ અનુભવાય છે. માલદીવના રંગાલી દ્વીપ પર સ્થિત ‘કોનરાડ હોટેલ’ સમુદ્રની વચ્ચે બનેલી છે. જો તમે ફ્રાન્સના ‘ઇટ્રોપ રિવ્સ’માં રહો છો, તો તમને ચારેબાજુ બરફવર્ષાનો આનંદ મળશે. એ જ રીતે ઈટાલીના એક પહાડ પર ગુફાની અંદર બનેલી ‘ગ્રોટા હોટેલ’ તમને રોમાંચથી ભરી દેશે.

પરંતુ શું તમે આકાશમાં હોટલની કલ્પના કરી શકો છો? જેમાં જીમથી લઈને સ્વિમિંગ પૂલ જેવી શાહી સુવિધાઓ હાજર છે. આ એક સુંદર સ્વપ્ન જેવું લાગે છે, પરંતુ તે એક વાસ્તવિકતા છે. આજે અમે તમને એક સ્કાય ક્રૂઝ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે હોટલની જેમ બનેલ છે. આમાં તમને વાદળોની વચ્ચે રાત વિતાવવાનો મોકો મળશે. આ સ્કાય ક્રૂઝનો વીડિયો @Rainmaker1973 એકાઉન્ટ પરથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરવામાં આવ્યો છે.

યમનના એન્જિનિયર હાશેમ અલ-ગૈલીએ તેના વિશે વિગતવાર જણાવ્યું છે. તેમના મતે, આ એક વિશાળ પરમાણુ સંચાલિત ‘ફ્લાઈંગ હોટેલ’ છે, જે આકાશમાં ઉડતી રહેશે. તેમાં 5000 મુસાફરો એકસાથે રહી શકશે. હવામાં ઉડતા વાદળોની વચ્ચે રહેવું કોઈપણને રોમાંચથી ભરી દેશે. તેમાં જીમથી લઈને સ્વિમિંગ પૂલ સુધીની તમામ સુવિધાઓ હશે. તમે તેને વીડિયોમાં પણ જોઈ શકો છો. આ ઉડતી હોટેલ લક્ઝરીનું પ્રતિક છે. અંદરથી તે 5 સ્ટાર હોટલ જેવું લાગે છે. જેમાં શોપિંગ મોલ, બાર, રેસ્ટોરન્ટ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સિનેમા હોલની સાથે બાળકો માટે પ્લે ગ્રાઉન્ડ પણ બનાવવામાં આવ્યું છે.

આ હોટલની અંદર એક કોન્ફરન્સ સેન્ટર પણ હશે, જ્યાં કોઈપણ ઈવેન્ટનું આયોજન થઈ શકશે. સૌથી મહત્વની વાત એ છે કે આ સ્કાય ક્રૂઝ સંપૂર્ણપણે ન્યુક્લિયર એનર્જીથી સંચાલિત છે. તે ફ્યુઝન રિએક્ટર દ્વારા ચલાવવામાં આવશે. જો સરળ ભાષામાં સમજીએ તો એરોપ્લેનની જેમ તેમાં ઇંધણ ભરવાની જરૂર નહીં પડે. તે પરમાણુ બળતણ હોવાને કારણે તે હંમેશા હવામાં ઉડતું રહેશે. તેની જાળવણી અને સમારકામ પણ હવામાં કરવામાં આવશે.

રાજકોટ: DEOનો હકારાત્મક નિર્ણય, શાળામાં વિદ્યાર્થીઓને આપી મનપસંદ ગરમ વસ્ત્રો પહેરવાની છૂટ્ટી

ફ્રી..ફ્રી..ફ્રી.. આધાર કાર્ડમાં નામ, સરનામું, જન્મ તારીખ વગેરે અપડેટ કરો મફત, પ્રોસેસિંગ ફી ચૂકવવાની જરૂર નથી 

Telangana: રેવંત રેડ્ડીએ મુખ્યમંત્રી પદના લીધા શપથ, ભટ્ટી વિક્રમાર્ક બન્યા ડેપ્યુટી સીએમ

તો, તમે રાહ શેની જોવો છો, ક્યારે પ્લાન કરો છો આ આલીશાન હોટલમાં જવાનો?


Share this Article