તમારી સ્ટાઇલ અને લુક્સને ડિફાઇનલ કરે છે તમારી હેર સ્ટાઇલ આથી તમે કોઈ પણ એવા વાળંદ પાસે વાળ કપાવવાનું પસંદ કરો છે, જે વાળ કાપતી વખતે નાનામાં નાની બાબત ધ્યાન રાખે. એવા ઘણા એક્સપર્ટ વાળંદ છે, જે લુક્સ અને હેર સ્ટાઇલની સાથે પ્રયોગ પણ કરે છે. તેમાં ગુજરાતના પોરબંદરના કમલભાઈની વાત અલગ છે. કમલભાઈ આંખો પર પટ્ટી બાંધીને એવી રીતે વાળ કાપે છે કે, જોનારા દંગ રહી જાય છે.
તેને કમલભાઈ બ્લાઇંડ કટિંગ કહે છે અને તેમના હાથમાં એવી કળા છે કે, મહિલાઓ પણ તેમની પાસે વાળ કપાવવાનું પસંદ કરે છે. પોરબંદરમાં ‘બિગ બોસ’ નામની હેર સલૂન ચલાવનારા કમલભાઈ પરમારની પાસે આ અનોખી કળા છે. આ કળા તેમની પાસે આવી ક્યાંથી?
કમલભાઈ જણાવે છે કે, મુંબઈમાં તેમના ગુરુએ તેમને આ કળા શીખવાડી. તેમણે મુંબઈમાં હેર કટિંગમાં ડિપ્લોમા કર્યું છે. કમલભાઈએ પોતાના ગુરુ હરેશભાઈ ભાટિયા પાસેથી વાળ કાપવાની ટ્રેનિંગ લીધી અને છેલ્લા ૨૦ વર્ષથી આંખે પાટા બાંધીને વાળ કાપી તમામને આશ્ચર્યમાં મૂકી રહ્યા છે.
કમલભાઈએ સતત ૧૨ કલાક બ્લાઇન્ડ કટિંગની સિદ્ધિ મેળવી છે. તેઓને ઘણી સંસ્થાઓએ સન્માનિત પણ કર્યા છે. સૌથી મોટી વાત એ છે કે તે જરૂરિયાતવાળા લોકોને પણ કામ આવે છે.
કમલભાઈ વ્યવસાય તો કરી રહ્યા છે સાથે મદદ પણ કરે છે. જરૂરિયાતમંદ પરિવારોની મહિલાઓ અને યુવતીઓને વાળ કાપવાની મફતમાં તાલીમ આપી રહ્યા છે. આ ઉપરાંત સમાજ અથવા સંસ્થા દ્વારા આયોજિત બ્યૂટી પાર્લરના ક્લાસમાં ફી લીધા વિના પણ હેર કટિંગની ઝીણવટભરી બાબતો પણ શીખવાડે છે.