અમેરિકાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મહિલાના ઘરમાંથી એક લાખ વંદા અને 300થી વધુ પ્રાણીઓ મળી આવ્યા છે. પોલીસે તેમની ધરપકડ કરી છે. ઘરની માલિક 51 વર્ષની મહિલા છે જે એક સામાજિક કાર્યકર છે. પોલીસને ઘરમાંથી ગેરકાયદેસર પ્રાણીઓ રાખવાની જાણ ત્યારે થઈ જ્યારે એક દર્દીએ ભૂલથી તેમના ઘરમાં ફાયર એલાર્મ લગાવ્યું. આ પછી ફાયર બ્રિગેડની ગાડી ઘરની બહાર પહોંચી ગઈ.
આ મહિલા તે સમયે તેના ઘરે કેટલાક દર્દીઓને મળી રહી હતી. અહી પહોંચતા જ ફાયર ફાઈટર સ્તબ્ધ થઈ ગયા હતા. જાણકારી મુજબ ઘરમાં 100,000 કોકરોચ, 118 સસલા, 150 પક્ષીઓ, સાત કાચબા, ત્રણ સાપ અને 15 બિલાડીઓ પણ જોવા મળી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘરની હવા એટલી હાનિકારક હતી કે કોઈ પણ અંદર લાંબા સમય સુધી રહી શકતું ન હતું તેથી રેસ્ક્યુ ટીમને હેઝ-મેટ સૂટ પહેરવાની ફરજ પડી હતી.
સફોક કાઉન્ટીના પ્રોસીક્યુટર જેડ પેન્ટરે જણાવ્યું હતું કે, “તે એક ભયાનક વાતાવરણ હતું કે જે કોઈ પ્રાણી અથવા માનવીએ સહન કરવું ન જોઈએ. સમગ્ર ફ્લોર પર પેશાબ અને મળ હતો.” ઘરના સંજોગો આવા હોવા છતા બધા પ્રાણીઓ જીવિત હતા. કહેવામાં આવી રહ્યું છે કે કરીન કીઝ નામની આ મહિલાને જાનવરોનો ખૂબ શોખ હતો. પ્રાણીઓ પ્રત્યેના પ્રેમ માટે તેના મિત્રો તેને ‘સ્નો વ્હાઇટ‘ કહેતા.
તેના એક મિત્રએ બચાવમાં કહ્યું, ‘તેને ખબર પડી કે એક પાલતુ દુકાન બંધ થઈ રહી છે અને તે પ્રાણીઓને બચાવવા ગઈ હતી કારણ કે તે ઇચ્છતી ન હતી કે તેઓ બેઘર રહે. વોર્ડે કહ્યું કે તે પ્રાણીનો દુરુપયોગ કરનાર નથી અને તેણીએ તેમના બધા પૈસા તેમને સારું ઘર મેળવવા માટે ખર્ચ્યા. “જ્યારે તેને જણાયું કે કોઈ પ્રાણી બીમાર છે અથવા તેને ઘરની જરૂર છે ત્યારે તેની સારી રીતે દેખભાળ કરતી.