દુનિયામાં એકથી એક ચડિયાતા ભવિષ્યવક્તા પેદા થયા છે, જેમને તેમની ભવિષ્યવાણીઓના કારણે દુનિયાભરમાં ઓળખવામાં આવે છે. દુનિયાના સૌથી ફેમસ ભવિષ્યવક્તાઓની વાત કરવામાં આવે તો સૌથી પહેલા દેરકના મોઢે એક જ નામ આવે છે તે છે બાબા વેંગા. દુનિયાના પ્રસિદ્ધ બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે પરંતુ ઘણી ભવિષ્યવાણીઓ ખોટી પણ સાબિત થઈ છે. તે તેમના અનુયાયીઓને ૫૦૭૯ સુધીની ભવિષ્યવાણી કરીને ગયા હતા. બાબા વેંગાને ‘બાલ્કનના નાસ્ત્રેદમસ’ પણ કહેવામાં આવે છે. તેમણે ૨૦૨૨ માટે જે ભવિષ્યવાણી કરી હતી, તેમાંથી બે ભવિષ્યવાણી લગભગ સાચી સાબિત થઈ છે.
બાબા વેંગાએ એવો દાવો કર્યો હતો કે ૨૦૨૨ માં કેટલાક દેશ પાણીની અછતથી પરેશાન રહશે. આ વાત તો બધા જ જાણે છે કે, પોર્ટુગલ અને ઇટાલી જેવા દેશોએ તેમની જનતાને પાણીનો ઉપયોગ ઓછો કરવા માટે કહ્યું છે. ૧૯૫૦ ના દાયકા બાદથી દેશ અત્યારે સૌથી વધારે દુષ્કાળ અનુભવી રહ્યો છે. ત્યારે ઇટાલી પણ ૧૯૫૦ ના દાયકા બાદથી સૌથી વધારે ખરાબ દુષ્કાળથી પસાર થઈ રહ્યો છે. બાબા વેંગાએ આ પણ ભવિષ્યવાણી કરી હતી કે ૨૦૨૨ માં એશિયન દેશ અને ઓસ્ટ્રેલિયાના કેટલાક ભાગમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે. ભૂકંપ આવશે અને સુનામી પણ આવશે.
આ વાત બધા જ જાણે છે કે ભારે વરસાદ અને પૂરે ઓસ્ટ્રેલિયાના પૂર્વ તટ પર તબાહી મચાવી દીધી હતી. બાંગ્લાદેશ, ભારતના ઉત્તર પૂર્વ ભાગ અને એટલું જ નહીં થાઈલેન્ડ પણ પૂરથી પ્રભાવિત થયું છે. એવું લાગે છે કે આ ભવિષ્યવાણી પણ સંપૂર્ણ સટીક સાબિત થઈ છે કેમ કે આ વર્ષે આ બંને દેશમાં ભારે વરસાદ પડ્યો છે. આખી દુનિયામાં પોતાની ભવિષ્યવાણીઓ માટે પ્રસિદ્ધ ભવિષ્યવક્તા બાબા વેંગા એક ફકીર હતી, જેઓ આંખોતી દેખી શકતા ન હતા. તેઓ બુલ્ગારિયાની રહેવાસી હતી અને તેમણે ઘણી એવી ભવિષ્યવાણી કરી હતી,
જે સાચી સાબિત થઈ હતી. તેમનો જન્મ ૧૯૧૧ માં થયો હતો અને માત્ર ૧૨ વર્ષની ઉંમરમાં તેમની આંખોની રોશની જતી રહી હતી. મળતી જાણકારી અનુસાર તેમની ૮૫ ટકા ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે, પરંતુ તેમના કેટલાક દાવા ખોટા પણ સાબિત થયા છે. ઓગસ્ટ ૧૯૯૬ માં બાબા વેંગાનું સ્તન કેન્સરથી તેમનું નિધન થયું હતું, પરંતુ મૃત્યુ પહેલા પણ તે વર્ષ ૫૦૭૯ સુધીની ભવિષ્યવાણી કરી ગયા હતા. બાબા વેંગાના જણાવ્યા અનુસાર વર્ષ ૫૦૭૯ માં દુનિયાનો અંત થઈ જશે. કહેવામાં આવે છે કે તેમના દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણી ક્યાંય પણ લખવામાં આવી નથી,
પરંતુ આ ભવિષ્યવાણીઓને બાબા વેંગાએ તેમના અનુયાયીઓને જણાવી હતી. બાબા વેંગાએ ૨૦૦૪ માં સુનામી આવવાની ભવિષ્યવાણી કરી હતી. જે સાચી સાબિત થઈ. ત્યારબાદ બ્રિટેનની રાજકુમારી ડાયનાના મોતની પણ ભવિષ્યવાણી કરી હતી. તે પણ સાચી સાબિત થઈ હતી. બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી હતી કે યુએસએના ૪૪ માં પ્રેસિડેન્ટ અશ્વેત હશે અને તેઓ ત્યાંના છેલ્લા પ્રેસિડેન્ટ હશે. આ બાબતે તેમની અડધી ભવિષ્યવાણી સાચી સાબિત થઈ કેમ કે, અમેરિકાના ૪૪ માં રાષ્ટ્રપતિ બરાક ઓબામા બન્યા હતા જેઓ અશ્વેત હતા, પરંતુ તે છેલ્લા રાષ્ટ્રપતિ નહોતા.