જહાજમાં પણ બ્રેક હોય છે? જો ન હોય તો કેવી રીતે રોકવામાં આવે છે વિશાળ શિપ?

Desk Editor
By Desk Editor
Share this Article

Ajab Gajab News: દરિયામાં મુસાફરી અને સામાનની હેરફેર માટે મોટા જહાજ બનાવવામાં આવ્યા છે. જે દરિયામાં તરીને બીજા દેશોમાંથી ઇમ્પૉર્ટ-એક્સપૉર્ટ કરે છે. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે, લાખો ટન સામાન ભરેલા જહાજમાં બ્રેક હોય છે કે નહીં. જો બ્રેક ન હોય તો આ જહાજ કેવી રીતે ઉભું રહે છે. જેનો જવાબ અમારી પાસે છે.

જહાજમાં બ્રેક નથી હોતી!

તમને જાણીને આશ્ચર્ય થશે કે વિશાળ જહાજમાં બ્રેક નામની એકપણ વસ્તુ હોતી નથી. તો તમને પ્રશ્ન થતો હશે કે, આ જહાજ કેવી રીતે ઉભુ રહે છે? જો તમને એવું લાગતું હોય કે, એન્જિન બંધ કરવાથી જહાજ ઉભુ રહી જતું હશે તો આ વાત ખોટી છે.

પ્રૉપેલરની મદદથી ચાલે છે જહાજ

તમને જણાવી દઇએ કે, પાણીમાં તરતા જહાજોને પ્રૉપેલરની મદદથી ચલાવવામાં આવે છે. આ જહાજને જ્યારે રોકવાનું થાય છે ત્યારે પ્રૉપેલરને ઉલ્ટું ફેરવવામાં આવે છે. આવું કરવાથી જહાજની ગતિ ધીમી થતી જાય છે.

ઇમરજન્સીમાં શું થાય છે?

એક વાત એ પણ છે કે, ઇમરજન્સીની સ્થિતિમાં જહાજને રોકવા માટે આ ઉપાય કામ નથી આવતો. ઇમરજન્સી સ્થિતિમાં જહાજને રોકવા માટે મોટી સાંકળનો ઉપયોગ કરવામાં આવે છે. આ સાંકળનો વજન લાખો કિલોગ્રામ હોય છે. આ કામ ખૂબ જ ખતરનાક છે જે સાવધાની પૂર્વક કરવાનું રહે છે.


Share this Article