આ દિવસોમાં પાકિસ્તાનમાં ઘણી બધી બાબતોને લઈને ભારે હલચલ મચી ગઈ છે. તાજેતરમાં, પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન અને વડા પ્રધાન કાર્યાલય સહિત સત્તારૂઢ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના ઘણા નેતાઓનો ઓડિયો લીક થયો હતો. જે બાદ આ મામલે ભારે હોબાળો થયો હતો. જે બાદ હવે રેલવેની ટિકિટિંગ સિસ્ટમ હેક થવાની વાત સામે આવી છે. અહીં ટિકિટ સિસ્ટમ હેક કરવામાં આવી હતી અને તેના ટેક્સ્ટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. એક મીડિયા રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનની ટિકિટિંગ સિસ્ટમ હેક કરવામાં આવી હતી. શુક્રવાર 30 સપ્ટેમ્બરના રોજ, એક હેકરે રેલવે ટિકિટિંગ સિસ્ટમને હેક કરી હતી. આ પછી તેણે એવું બનાવ્યું કે ટિકિટમાં ‘એસી ક્લાસમાં સેક્સ સર્વિસ ઉપલબ્ધ છે’ છાપવામાં આવી રહ્યું હતું. જેના કારણે લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો રેલવે દ્વારા આપવામાં આવતી આ ‘સુવિધા’ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
جناب اس ٹکٹ پر جن سہولیات کا ذکر ہے اسکی وجہ یہ ہے کہ کل تھل ایکسپریس کا ٹکٹنگ سسٹم ہیک ہو گیا تھا یہ سسٹم ایک پرائیویٹ کنٹریکٹر کے پاس ہے اس نے ریلوے اور ایف آئی اے کو تحریری طور پر شکائت کی ہے کہ اسکا سسٹم ہیک کر لیاگیا تھا لیکن اب سسٹم کو ہیکر کے شکنجے سے آزاد کروا لیا گیا ہے https://t.co/mJBHnXCWL6 pic.twitter.com/y1pLaci0ua
— Hamid Mir حامد میر (@HamidMirPAK) October 1, 2022
જ્યારે લોકોએ ટિકિટમાં આવું લખાણ જોયું તો તેઓ રોષે ભરાયા હતા. જો કે, જ્યારે ઘણી ટિકિટોના ધ્યાનમાં આવ્યું કે ‘એસી ક્લાસમાં સેક્સ સર્વિસ ઉપલબ્ધ છે’, ત્યારે મુસાફરોએ ટિકિટ બુકિંગ ઓફિસમાં હંગામો કરીને વિરોધ કર્યો હતો. મુસાફરોએ આ અંગે રેલવે ટિકિટ મેનેજમેન્ટને પણ જાણ કરી હતી. જે બાદ રેલવેએ તેની ટિકિટિંગ સિસ્ટમમાં સુધારો કરવાનું શરૂ કર્યું, પરંતુ બધુ બરાબર થાય તે પહેલા જ પાકિસ્તાન રેલવેની આ ટિકિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. પાકિસ્તાની પત્રકાર હામિદ મીરે આ અંગે ટ્વીટ કરીને કહ્યું હતું કે, ટિકિટ પર દર્શાવેલ ફીચર્સનું કારણ એ છે કે ગઈકાલે થલ એક્સપ્રેસની ટિકિટ સિસ્ટમ હેક થઈ ગઈ હતી. આ સિસ્ટમ ખાનગી કોન્ટ્રાક્ટર પાસે છે. રેલવે ટિકિટિંગ સિસ્ટમ હેક કરવામાં આવી હતી પરંતુ હવે તેને રિકવર કરીને હેકર્સથી મુક્ત કરવામાં આવી છે.