લગ્નમાં જાનૈયા અને માનૈયા વચ્ચે આ એક બાબતે મહાભારત છેડાયું, તલવાર નહીં પણ ખુરશીએ-ખુરશીએ જંગ છેડાઈ, જૂઓ વીડિયો

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Trending News : સોશિયલ મીડિયા (Social media) પર લગ્નનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકો એકબીજા પર ખુરશી ફેંકતા જોવા મળે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઝઘડો ખાવાને લઈને થયો હતો. લોકોએ એકબીજા પર લાતો અને મુક્કા તેમજ લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આ મામલો બ્રિટનના બોલ્ટન સ્થિત રીજન્ટ હોલનો છે. મળતી માહિતી મુજબ આ ઘટના 24 ઓગસ્ટના રોજ બની હતી. તેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સૌથી પહેલા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો. બાદમાં તે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ વાયરલ થયો હતો.

ડેઇલી સ્ટારના અહેવાલ મુજબ, વીડિયોની શરૂઆતમાં, એક લગ્ન સમારોહ ચાલતો જોઇ શકાય છે. લોકો ટેબલ પર રાખેલું ભોજન ખાઈ રહ્યા છે. ત્યારે એક માણસ આવે છે અને ખાવાનું ખાતી વ્યક્તિને પાછળથી મારે છે. જે માણસ તેને મારે છે તે ઊભો થાય છે અને બદલો લે છે. આ પછી, ઘણા વધુ લોકો અંદરોઅંદર લડવાનું શરૂ કરે છે. લડાઈ એટલી વધી જાય છે કે લોકો એકબીજાને ખુરશીઓ અને લાકડીઓથી મારે છે. બાદમાં આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જેમણે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. પરંતુ બાદમાં તેમને જામીન મળી ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by IG1IG3 (@ig1ig3)

 

સસ્તામાં આ એક કામ પતાવી નાખો એટલે જંજટ પૂરી! પછી દર મહિને લાઈટ બિલ ઝીરો જ આવશે, સરકાર પણ સપોર્ટ કરશે

LPG સિલિન્ડરમાં 200 રૃપિયાનો ઘટાડો એ ગરીબોને રક્ષાબંધનની ભેટ છે કે પછી ચૂંટણીની માયાજાળ છે? આંકડાથી સમજો આખું ગણિત

હવામાન વિભાગની મોટી આગાહી, ગુજરાતમાં હજુ વરસાદની કોઈ જ શક્યતા નથી, ઓગસ્ટની જેમ સપ્ટેમ્બર મહિનો પર કોરેકોરો જ જશે

 

કોઈને ગંભીર ઈજા થઈ નથી.

આ લડાઈ લગભગ છ મિનિટ સુધી ચાલી હતી. પોલીસે જણાવ્યું હતું કે કોઈને ગંભીર ઈજા થઈ નથી. લગ્નમાં આવેલા મહેમાનોએ એકબીજાને માર મારવાનું શરૂ કર્યું હતું. ગ્રેટર માન્ચેસ્ટર પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “24 ઓગસ્ટ, 2023 ના રોજ રાત્રે લગભગ 8:30 વાગ્યે, અધિકારીઓને બોલ્ટનમાં હિંસા વિશે ફોન આવ્યો હતો.” હવે લોકો ફાઈટના ઘણા વીડિયો જોઈ રહ્યા છે. આ અંગે કોમેન્ટ કરતા લોકો પોતાનો ફીડબેક પણ આપી રહ્યા છે.

 

 

 


Share this Article