Ajab Gajab News: કાચીંડો ખૂબ તેજ ગતિથી શિકાર કરે છે. એક સેકન્ડથી પણ ઓછા સમયમાં જીભ વડે શિકારને પોતાની ઝપેટમાં લે છે. સામાન્ય રીતે કાચીંડો પોતાના શિકારને ઘણા સમય સુધી નોટિસ કરે છે. બાદમાં ધીમે ધીમે તેની નજીક જાય છે અને આંખના પલકારામાં જીભ વડે શિકારને ખેંચી લે છે.
જબરદસ્ત હોય છે શિકારની સ્પીડ
તમને જણાવી દઇએ કે, કાચીંડાની જીભ વચ્ચે થોડી જગ્યા હોય છે. તેમાં પોતાના શિકારને સારી રીતે ફસાવી દે છે. એમાં પણ રોઝ-નૉઝ્ડ પિગ્મી નામના કાચીંડાની વાત કરીએ તો તેની જીભની ગતિ ફાઇટર જેટની ગતિથી પણ વધારે છે. શિકારના સમયે તેની જીભની ગતિ 8500 ફીટ પ્રતિ સેકન્ડ હોય છે. કેટલાક કાચીંડામાં જો પૂછડી સિવાયની વાત કરીએ તો તેની જીભ તેની લંબાઇ કરતા 2 ગણી મોટી હોય છે. આ ઉપરાંત તેની જીભમાં માંસપેશી અને હાડકાઓ પણ હોય છે.
ગરદન હલાવ્યા વિના બધુ જોઇ શકે
સૌથી છેલ્લે કાચીંડાની આંખો વિશે જણાવીએ તો તેની આંખો એક સાથે 2 અલગ-અલગ દિશાઓમાં જોઇ શકે છે. તે પણ 180 ડિગ્રી સુધી ફરે છે. એટલે કે, કાચીંડો ગરદન હલાવ્યા વિના જ 360 ડિગ્રી સુધી જોઇ શકે છે.