તમે ઘણા ગામડાઓની રસપ્રદ વાતો સાંભળી અને જોઈ હશે, પરંતુ શું તમે ક્યારેય એવું ગામ જોયું છે કે જ્યાં લોકો જમવાનુ ભારતમા બનાવતા હોય અને સૂવા માટે બીજા દેશમાં જતા હોય. આ ગામમાં આ કોઈ એક દિવસની વાત નથી, પણ રોજ થાય છે. આ ગામનો એક ભાગ ભારતમાં છે અને બીજો અન્ય દેશમાં છે. આ ગામનું નામ લોંગવા છે. જે ભારતના છેલ્લા ગામ તરીકે પણ ઓળખાય છે.
લોંગવા ગામ ભારતના નાગાલેન્ડ અને મ્યાનમારની સરહદ પર આવેલું છે. મતલબ કે આ ગામ અડધું બે દેશોના જુદા જુદા ભાગોમાં વહેંચાયેલું છે. આ ગામ નાગાલેન્ડના મોન જિલ્લામાં આવેલું છે. જે દેશના છેલ્લા ગામ તરીકે પણ ઓળખાય છે.
આ સિવાય પણ ઘણા રસપ્રદ તથ્યો આ ગામના છે. ગામનો એક ભાગ ભારતના નાગાલેન્ડમાં છે અને બીજો મ્યાનમારમાં છે. ભારતના આ ગામનો અલગ ભાગ હોવાને કારણે ગામના કેટલાક લોકોનું રસોડું ભારતમાં અને બેડરૂમ મ્યાનમારમાં છે.
આ કારણે લોકો ભારતમાં ખાવા માટે આવે છે અને અન્ય દેશોમાં સૂવા માટે જાય છે. એટલું જ નહીં, ભારતમાંથી કેટલાક લોકો ખેતી કરવા માટે મ્યાનમાર પણ જાય છે, જ્યારે મ્યાનમારથી કેટલાક લોકો ખેતી કરવા માટે ભારત આવે છે.
ગામના વડાને એક-બે નહીં પણ 60 પત્નીઓ છે. નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ અને મ્યાનમાર સહિત 70 થી વધુ ગામોમાં ગામના વડાનું વર્ચસ્વ છે.