આ છે ‘દુનિયાના સૌથી મોંઘા વાયરલેસ ઈયરફોન’, કિંમત જાણીને તમે ચોંકી જશો!

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Ajab Gajab News: લૂઈસ વીટન તેની અસાધારણ ડિઝાઇન અને મોંઘા ઉત્પાદનો માટે પ્રખ્યાત છે. તે એક ફ્રેન્ચ લક્ઝરી બ્રાન્ડ છે જે બેગ, બેલ્ટ અને કપડાં માટે લોકપ્રિય છે. પરંતુ, આ લક્ઝરી કંપનીએ હવે ગેજેટ્સની દુનિયામાં પણ પ્રવેશ કર્યો છે. લૂઈસ વીટનના વાયરલેસ ઈયરફોન્સે ઈન્ટરનેટ પર યુઝર્સમાં સનસનાટી મચાવી દીધી છે. કારણ તેની કિંમત છે. આને દુનિયાના સૌથી મોંઘા ઈયરફોન પણ કહેવામાં આવી રહ્યા છે. તેમની કિંમત ટાટા નેનો કાર કરતા પણ વધુ છે.

https://www.instagram.com/reel/CpXASWgAAlg/?utm_source=ig_web_copy_link

અહીં અમે લુઇસ વિટન હોરાઇઝન લાઇટ અપ ઇયરફોન્સ વિશે વાત કરી રહ્યા છીએ. આ ઈયરફોન આ વર્ષે માર્ચમાં બહાર પાડવામાં આવ્યા હતા. ઈન્ટરનેટ યુઝર્સ આ ગેજેટને લઈને આઘાતમાં છે. કારણ કે, આ ઉપકરણની કિંમત $1,66o એટલે કે અંદાજે રૂ. 1,38,204 છે. આ કિંમતમાં એક સુપર પ્રીમિયમ iPhone મળશે. ટાટાની નેનો કારની કિંમત પણ 1 લાખ રૂપિયા હતી.

આ ઇયરબડ્સ હળવા વજનની એલ્યુમિનિયમ ફ્રેમ પર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, અહીં પોલિશ્ડ નીલમનું સ્તર પણ આપવામાં આવ્યું છે. અન્ય ફીચર્સ વિશે વાત કરીએ તો તેમાં એક્ટિવ નોઈઝ કેન્સલેશન અને બેકગ્રાઉન્ડ નોઈઝ-લીમીનેટિંગ માઈક્રોફોન્સ પણ આપવામાં આવ્યા છે.

આજે સસ્તું સોનું ખરીદવાની છેલ્લી તક, ઘરે બેઠાં-બેઠાં ઓનલાઈન કરો રોકાણ, જાણો સરકારની સ્કીમની સંપૂર્ણ પ્રક્રિયા

ફરી એકવાર LPG સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, સીધો 39 રૂપિયા સસ્તો થયો, નવા વર્ષ પહેલા મળી ભેટ

હવામાન વિભાગની નવી આગાહી ખાસ જાણી લેજો, 48 કલાકમાં ગુજરાતનો પારો ગગડશે, સ્વેટર-ધાબળા તૈયાર રાખજો

આમાં, વપરાશકર્તાઓ એક સાથે બે અલગ-અલગ સ્રોતોમાંથી ઑડિયો સ્ટ્રીમ કરી શકે છે. આ 5 રંગ વિકલ્પોમાં આવે છે.આ ગેજેટની બેટરી લાઇફ 28 કલાક છે. આ બેટરી સ્ટેનલેસ સ્ટીલ કેરી કેસ સાથે ઉપલબ્ધ હશે. જે પાવર બેંક તરીકે ઉપયોગી થશે. અહીં દરેક જગ્યાએ સિગ્નેચર મોનોગ્રામ પણ જોઈ શકાય છે.


Share this Article