25 વર્ષના એક યુવકે નોકરી છોડીને ડેટિંગને પોતાનું ‘મિશન’ બનાવ્યું. તેણે નક્કી કર્યું કે તે અમેરિકાના તમામ રાજ્યોમાંથી એક છોકરીને ડેટ કરશે. અત્યાર સુધી આ મિશન સફળ પણ રહ્યું છે. આ યુવકનું નામ મેથ્યુ વર્નિગ છે. તે અમેરિકાના મોન્ટાનાનો રહેવાસી છે. તે પોતાના માટે પરફેક્ટ પાર્ટનરની શોધમાં અમેરિકાના અલગ-અલગ શહેરોમાં કારમાં ફરે છે. તેની કાર પર ’50 ડેટ્સ 50 સ્ટેટ્સ’ લખેલું છે.
કોવિડ-19 રોગચાળા દરમિયાન મેથ્યુએ ડેટિંગ સાહસની શરૂઆત કરી હતી. ત્યારબાદ લોકડાઉન દરમિયાન કંટાળાને દૂર કરવા માટે તે ઓનલાઈન ડેટિંગ કરતો હતો. પરંતુ તેણે લોકડાઉન પછી પણ આ ડેટિંગ સાહસ ચાલુ રાખ્યું. તે ટિકટોક એકાઉન્ટ દ્વારા તેના ચાહકોને આ સાહસની દરેક અપડેટ આપતો રહે છે. મેથ્યુ લોકડાઉનમાં મનોરંજન માટે ટિન્ડર સાથે જોડાયો. ડેટિંગ એપ પર એક્ટિવ થતા પહેલા તેણે માત્ર 5 મહિલાઓને ડેટ કરી હતી. અત્યાર સુધી મેથ્યુએ અમેરિકાના 50 રાજ્યોમાંથી એક-એક મહિલાને ડેટ કરી છે. આ સાહસ વિશે સોશિયલ મીડિયા અપડેટ્સને કારણે, ટી-ટોક પર તેના ફોલોઅર્સની સંખ્યા 6 લાખ સુધી પહોંચી ગઈ છે. તે આ સાહસ ચાલુ રાખવા માંગે છે.
આપેલા ઈન્ટરવ્યુમાં મેથ્યુએ કહ્યું- મહામારી પહેલા મેં માત્ર 5 મહિલાઓને ડેટ કરી હતી. પરંતુ હવે આ આંકડો 100 સુધી પહોંચી ગયો છે. પરંતુ હજુ પણ હું સ્ત્રીઓને સમજી શકતો નથી. મેથ્યુએ કહ્યું- લોકડાઉન દરમિયાન મેં ઘણી છોકરીઓ સાથે વાત કરી. જ્યારે લોકડાઉન હટાવવામાં આવ્યું ત્યારે મેં તે બધાને મળવાનો પ્લાન બનાવ્યો. મેથ્યુએ આ અભિયાન જાન્યુઆરી 2021માં શરૂ કર્યું હતું. તે યુવતીઓને ડેટ કરવા માટે અમેરિકાના વિવિધ રાજ્યોમાં ગયો હતો. જૂન 2021 માં, તમામ રાજ્યોમાંથી એક છોકરીને ડેટ કરવાનું તેમનું મિશન પૂર્ણ થયું. હવે મેથ્યુ ’50 ડેટ્સ 50 સ્ટેટ્સ’ની બીજી સીઝન માટે રવાના થઈ ગયો છે. તે હજુ પણ પરફેક્ટ મેચની રાહ જોઈ રહ્યો છે. તે ટિકટોક પર સતત આ સાહસ સાથે જોડાયેલા વીડિયો પોસ્ટ કરતો રહે છે.