The unique history of Old Monk: ઓલ્ડ મોન્ક એ પ્રથમ રમ હતી જેણે દારૂની દુનિયામાં પોતાનું એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું હતું, તમેને જાણી ને નવાઈ લાગશે કે હજારો ભારતીયોને મારનાર જનરલ ડાયર અને ઓલ્ડ મોન્ક વચ્ચેનો સંબંધ શુ હતો. એડવર્ડ અબ્રાહમ ડાયર 1820 દરમિયાન ઈંગ્લેન્ડથી ભારત આવ્યા હતા. ત્યારે તે ભારતમાં પ્રથમ શરાબની ભઠ્ઠી સ્થાપવા માંગતો હતો. મોટાભાગના લોકો જાણતા નથી, પરંતુ એડવર્ડ અબ્રાહમ ડાયર કર્નલ એડવર્ડ હેરી ડાયરના પિતા હતા. હેરી ડાયર એ જ વ્યક્તિ હતા જેણે 1919માં જલિયાવાલા બાગ હત્યાકાંડ માટેનો આદેશ આપ્યો હતો. આ ઘટનામાં હજારો ભારતીયો ઘાયલ થયા સાથે જ અનેક ભારતીયો મૃત્યુ પામ્યા હતા.
હિમાચલ પ્રદેશના કસૌલી વિસ્તારમાં દારૂ બનાવવા માટે શરાબની ભઠ્ઠીની સ્થાપના કરવામાં આવી હતી અને તેનું નામ ડાયર બ્રુઅરી રાખવામાં આવ્યું. કસૌલીની આ દારૂની ભઠ્ઠીમાં દેશની પ્રથમ બિયરનું ઉત્પાદન થયું હતું. મોહન મીકિનના કપિલ મોહને ડિસેમ્બર 1954માં ‘ઓલ્ડ મોન્ક’ રમ લોન્ચ કરી. એક સમય હતો જ્યારે તે આખી દુનિયામાં સૌથી વધુ વેચાતી રમ બની ગઈ હતી.
ઓલ્ડ મોન્ક એ પ્રથમ રમ હતી જેણે દારૂની દુનિયામાં પોતાનું એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું હતું, જે ભારતમાં તેમજ સમગ્ર વિશ્વમાં સૌથી મોટી બ્રાન્ડ બની હતી. મોહન પરિવારને દેશનો પ્રથમ દારૂનો ધંધો કરનાર માનવામાં આવે છે.આઝાદી બાદ આ કંપની મોહન પરિવારે ખરીદી હતી. અને પછી આ કંપનીનું નામ બદલીને મોહન મીકીન લિમિટેડ કરવામાં આવ્યું.
કપિલ મોહનના પિતા એએન મોહન તેના પ્રથમ ચેરમેન બન્યા અને બજારમાં ઓલ્ડ મોન્ક રમ બ્રાન્ડ લોન્ચ કરી. એ દિવસોમાં કપિલ મોહન ભારતીય સેનામાં હતા. કપિલ મોહન આર્મીમાં બ્રિગેડિયર તરીકે નિવૃત્ત થયા. જે બાદ તેમણે મોહન મીકીન કંપનીનો ચાર્જ સંભાળ્યો હતો. ઓલ્ડ મોન્ક ડાર્ક રમ બનાવવાનો શ્રેય કપિલ મોહનને આપવામાં આવે છે. 2010 માં, કપિલ મોહનને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
2015માં સોશિયલ મીડિયા પર એવી અફવા ફેલાઈ હતી કે કંપની ઓલ્ડ મોન્ક બંધ કરવામાં આવી રહી છે. ત્યાર બાદ, મોહન પોતે આગળ આવીને કહ્યું કે આવું કંઈ થવાનું નથી. કંપનીએ સ્વીકાર્યું હતું કે દક્ષિણ ભારતમાં તેમનું વેચાણ ઘટી ગયુ, પરંતુ તેઓ હજુ પણ તેને બંધ કરવા માંગતા નથી.
કેટલીય જગ્યાએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા, જાણો ગુજરાતમાં ઘટ્યા કે વધ્યા
મોહન મીકિન લિમિટેડના ચેરમેન બન્યા બાદ કપિલ મોહને કંપનીમાં અભૂતપૂર્વ ફેરફારો કર્યા. તેમણે ઓલ્ડ મોન્કને માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત કર્યા. ઓલ્ડ મોન્ક રમ હાલમાં વિશ્વના 50 થી વધુ દેશોમાં વેચાય છે.